Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi એ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી અને સુદર્શન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

09:07 AM Feb 25, 2024 | VIMAL PRAJAPATI

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રી કૃષ્ણના શરણે આવ્યા છે. અહીં તેમને બેટ દ્વારકા મંદિરમાં પૂજા કરી હતીં. આ સાથે પ્રધાનમંત્રીએ પાદુકાની પણ પૂજા અર્ચના કરી હતી. આ સાથે સાથે જગત મંદિરના પૂજારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના ખુબ વખાણ કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા તેને લઈને ખુશી પણ વ્યક્ત કરી હતીં. વડાપ્રધાન મોદીના હસ્તે સુદર્શન સેતુનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે.

પ્રધાનમંત્રીએ પાદુકાની પણ પૂજા અર્ચના કરી

પ્રધાનમંત્રી દ્વારા અહીં બનેલા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું છે અને આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રિજ છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

બ્રિજની વાત કરવામાં આવે તો 2.32 કિલોમીટર લાંબો

ઉલ્લેખનીય છે કે, આ ઓખા-બેટ દ્વારકા વચ્ચેનો આ સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. તેની લંબાઈ વાત કરવામાં આવે તો 2.32 કિલોમીટરની છે. પ્રધાનમંત્રી આજે જગત મંદિર દ્વારકમાં પૂજા અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં રૂ. 52,250 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, માર્ગ, રેલવે, ઉર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. PM આજે રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરી એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM નરેન્દ્ર મોદી નવી મુંદ્રા-પાનીપત પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ રાજકોટ-ઓખા, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલ વિદ્યુતીકરણ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પણ વાંચો: PM Modi બેટ દ્વારકા પહોંચ્યા; મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ કર્યું સ્વાગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ