Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

છોટાઉદેપુર : લગ્નની સીઝન આવતા વેપારીઓ માટે હોળી પહેલા આવી દિવાળી

09:04 PM Feb 12, 2024 | Harsh Bhatt

છોટાઉદેપુર પંથકમાં ઉતરાયણની ઉજવણી બાદ લગ્નસરાની મોસમ જાણે  સોળકળાએ ખીલી ઉઠી હોય તેમ નગરના બજારો ફૂલા ફાલ્યા છે. તો સુવર્ણકારો કાપડના વેપારીઓ તેમજ અનાજ કીરાણાની દુકાનો ઉપર ઘરાકોની કતારો જોવા મળી રહી છે. જેના પગલે એમ કહી શકાય કે, પંથકમા લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે. નગરમાં લગ્નની ખરીદીને લઇ ભારે ભીડ જોવા મળી રહી છે.વેપારીઓ સારી ઘરાકી નીકળતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

સમગ્ર જિલ્લામાં લગ્નની સીઝન જામવા માડી છે

છોટા ઉદેપુર જીલ્લો એ આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી હોળી બાદ હવે લગ્નોની ભરમાર જોવા મળશે. ત્યારે છોટાઉદેપુર પંથકમાં લગ્નસીઝનને લઈ  નગરમાં ખરીદી કરવા માટે ગ્રામીણ પ્રજાઓની ભારે ભીડ જોવા મળી રહીછે.સોનાચાંદીની દુકાનો પર પણ ભારે ભીડ જામી રહી છે.કાપડની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહીછે.ખાસ તો છોટા ઉદેપુર પંથક માં કેટલાક સમાજોમાં કપડા વ્યવહાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે ત્યારે  કપડાના વેપારમાં તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ ફર્નિચરની દુકાનો પર  તિજોરી,ફ્રિજ,ટીવી,સોફાસેટ,સહિતની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નગરમાં સારી ઘરાકી નીકળતા વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

છોટાઉદેપુર પંથકમાં હોળી બાદ અનેક ઠેકાણે મેળાઓ સંપન્ન થાય છે. અને ત્યારબાદ લગ્નનસરા પુર બહારમાં ખીલી ઉઠે છે. અને ઠેર ઠેર લગ્નના મંડપો મંડાઈ છે. આ વિસ્તારના લોકો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નભે છે. અને મુખ્યત્વે ચોમાસુ ખેતી ઉપર નભતા પરિવારો ચોમાસુ ખેતીના કામ સિવાય મજૂરી માટે કાઠીયાવાડ સૌરાષ્ટ્ર તરફ મજૂરી માટે હિજરત કરે છે. અને આ દિવસોમાં હોળી તહેવારને લઈ માદરે વતન પાછા ફરતા હોય છે. આદિવાસી સમાજમાં હોળી પર્વનો અનેરો મહત્વ રહ્યો છે. ત્યારે એક સામાન્ય બોલી પ્રમાણે એવું કહેવાય છે કે દિવાળી દશેરા અટેકટે તો હોળી તો વતનમાં જ. જેને લઇ આ દિવસોમાં હિજરતીઓ પણ પોતાના માદરે વતન પરત ફરતા હોવાથી પણ આ દિવસોમાં લગ્ન લેવાતા હોય છે. અને પોતાના પરિવારજનો સાથે લગ્ન માણવાનો અનેરો અવસર પ્રાપ્ત થાય છે. આદિવાસી લોકો સામાજિક રીતે રીત રિવાજો નિભાવવામાં ખુબ ચુસ્ત હોઈ છે, ત્યારે આ દિવસોમાં લગ્ન માટે  સાનુકૂળ સંજોગો સ્થપાય છે.

અહેવાલ – તોફીક શેખ 

આ પણ વાંચો — GCCI દ્વારા અમદાવાદ ખાતે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું