Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એસ કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે SIRAAJ કાર્યક્રમ યોજાયો

06:33 PM Feb 12, 2024 | Harsh Bhatt

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન, એસ કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એ ગુજરાતની સૌપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એમબીએ અને એમસીએ કૉલેજ છે. ગાંધીનગર સ્થિત આ કૉલેજ ૧૯૯૮ થી કાર્યરત છે. દર વર્ષે યોજાતો SIRAAJ ( એકેડેમીક અને કલ્ચરલ ઇવેન્ટ) એ ૨૦૦૩ થી કૉલેજનો મુખ્ય કાર્યક્રમ છે.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાની કટિબધ્ધતાને ધ્યાનમા રાખીને, આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સિરાજ -૨૦૨૪ માં ૧૭ જેટલી વિવિધ ઇવેન્ટમાં, રાજ્યભરની ૧૦૦ થી વધારે કૉલેજમાંથી ૩૩૩૫ થી વધારે વિદ્યાર્થીઓએ SIRAAJ માં ભાગ લીધો છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમ (૧૨ થી ૧૪ ફેબ્રુઆરી ) ના ઉદ્ઘાટનમાં લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેતા રોનક કામદાર, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્યએ હાજરી આપી હતી અને તેઓ એ વિદ્યાર્થીને મનોરંજન પૂરુંપાડ્યું હતું અને તેમને સફળ કારકિર્દી માટેની શુભેછાઓ પાઠવી હતી.

આર.ડી.બારહટ, જોઇન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ – ગુજરાત સરકાર, એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટ-અપ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૭ જેટલી વિવિધ સ્પર્ધામાં સ્ટાર્ટ-અપ કોમ્પિટિશન, બિઝનેસ અને કોમ્પ્યુટર ક્વિઝ, મલ્ટીમીડિયા એનિમેશન, સોફ્ટવેર અને વેબ ડેવલપમેન્ટ, સ્ટોક માર્કેટ ગેમ, એડવર્ટાઇઝિંગ ગેમ ઉપરાંત ટ્રેઝર હન્ટ, ફેશન શો, રીલ મેકિંગ, ટી-શર્ટ અને ફેસ પેઇન્ટિંગ, ડાન્સીન્ગ, અંતાક્ષરી જેવી મનોરંજક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ. પટેલે ફેકલ્ટી અને વિદ્યાર્થીને માર્ગદર્શન આપ્યું હતું અને સફળતા પૂર્વક કાર્યક્રમ યોજવા માટે બિરદાવ્યા હતા. ઉદ્ઘાટનના સમાપનમાં સંસ્થાના ડીન – ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, ડોક્ટર ભાવિન પંડ્યાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે “નિષ્ફળતા ને સફળતા ના પગથિયાં તરીકે લો અને દ્રઢ નિશ્ચય સાથે પોતાના સપના સાકાર કરો.”

આ પણ વાંચો — CR Patil : આજે કોંગ્રેસ નેતૃત્વહીન છે અને તેથી BJP માં કાર્યકરો જોડાઇ રહ્યા છે