Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો

08:29 PM Feb 11, 2024 | VIMAL PRAJAPATI

Gujarat: આજે ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) નવસારીના ચીખલી ખાતે પહોંચ્યા હતાં. ચીખલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 11 કલાકે યોજાયેલા હલ્દી-કંકુ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. દરમિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, હલ્દી કંકુનો આ કાર્યક્રમ બહેનોમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ‘દહેજ લેતા અને દહેજ માંગતા લોકોને ત્યાં દીકરી ના આપવી. અત્યારે બહેનોમાં આવેલી જાગૃતિના કારણે દહેજ પ્રથા ઓછી થઈ છે. બહેનો જ્યારે કામ કરવા માટે આગળ આવે ત્યારે જ તે આગળ આવે છે.’

બહેનોમાં આવેલી જાગૃતિના કારણે દહેજ પ્રથા ઓછી થઈ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું કે, ‘રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટમાં દીકરીઓ માટે પ્રયત્ન કર્યો છે. બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઈએ બનાવી નથી. પરંતુ, ભાજપની સરકારે આવું કરીને બતાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીજીના (PM Modi) નેતૃત્વમાં ગુજરાત (Gujarat)ની બહેનોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50 ટકા લાભ મળ્યો છે.’

સુકન્યા સમૃદ્ધિ યોજનાની કરી ખાસ વાત

વધુમાં તેમણે કહ્યું કે, ‘દીકરી ના લગ્ન માટે પિતાએ જમીન કે ઘર વેચીને દેવું કર્યું હોય તો દીકરી દુઃખી થાય છે, પરંતુ પી.એમ મોદી એ દીકરી માટે ઘણી બધી યોજનાઓ લાવી છે. જેમ કે, સુકન્યા સમૃદ્ધિ યોજના, મજુરા, લિંબાયત, ચોર્યાસી સહિત યોજનાઓ દીકરીઓ માટે છે. 30 હજાર દીકરીઓનાં સુકન્યા એકાઉન્ટ અમે ખોલાવ્યું છે. પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, નવસારીમાં 10 વર્ષની દીકરીના બેંક એકાઉન્ટમાં દોડ લાખથી વધુ સરકારે ભર્યા છે. મારા દીકરાને ત્યાં પણ એક દીકરી છે. જીજ્ઞેશ પાટીલ પોતે સુકન્યા યોજનાનો લાભ લે છે.’

મહિલાઓને 33 ટકા રિઝર્વેશન

પ્રદેશ અધ્યક્ષે આગળ કહ્યું કે, મોદી સરકારે (Modi Government) મહિલાઓને 33 ટકા રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે. આથી હવે વિધાનસભા અને લોકસભામાં 33 ટકા બહેનો નેતૃત્વ કરશે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની કોઈપણ સરકારે ખેડૂતો માટે સીધી યોજના બનાવી નથી. પરંતુ, પીએમ મોદીએ દરેક ખેડૂતોને 2 હજારના ત્રણ હપ્તા આપવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે, નવસારી બાદ સી.આર. પાટીલ લોકસભામાં રજૂ થયેલ શ્વેતપત્ર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવવાના છે. ત્યારબાદ સુરતના (Surat) ઉધના ખાતે યોજાનારા હલ્દી-કંકુ કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ કે, શિવાજી મહારાજ સંકુલમાં સાંજે 4 કલાકે આ કાર્યક્રમ યોજાશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે અમર પાલનપુરીને વલી ગુજરાતી એવોર્ડ એનાયત