Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ashwini Vaishnav : વડાપ્રધાને રેલવેમાં ગુજરાતને 8,587 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું

05:49 PM Feb 01, 2024 | Vipul Pandya

Ashwini Vaishnav : કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેમાં રેલવે બજેટનો પણ સમાવેશ થાય છે. રેલવે બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) કહ્યું કે વડાપ્રધાન મોદીના ફોકસના કારણે આજે રેલવેની કાયાપલટ થઇ ગઇ છે. Ashwini Vaishnav એ ગુજરાત વિશે કહ્યું કે ગુજરાતમાં એક વર્ષમાં માત્ર 132 કિલોમીટર ટ્રેકનું કામ થયું છે.

આજે રેલવેની કાયાપાલટ થઇ ગઇ

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ રેલવે તંત્ર પર ખાસ રહ્યું છે અને તેથી તેમના ફોકસના કારણે આજે રેલવેની કાયાપાલટ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને રેલવેને 2 લાખ 52 હજાર કરોડ રુપિયાનું બજેટ આપ્યું છે.

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટને દૂર કરવા માટે ઝડપથી કામ

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટને દૂર કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ.ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 26 હજાર કિલોમીટરનો રેલ ટ્રેક ઉમેરવામાં આવ્યો છે. આજે એ ગતિથી કામ થઇ રહ્યું છે કે વંદે ભારત ટ્રેન અઠવાડીયામાં એક બની રહી છે. વંદે ભારત ટ્રેનનો સ્લીપર કોચ પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે તેમ તેમણે કહ્યું હતું.

40 હજાર કોચ વંદે ભારતના માપદંડો મુજબ બનાવવામાં આવશે

તેમણે કહ્યું કે 40 હજાર કોચ વંદે ભારતના માપદંડો મુજબ બનાવવામાં આવશે. રેલવેની અમૃત ચતુર્ભુજ યોજનાની આજે જાહેરાત કરવામાં આવી છે તથા આજે ત્રણ કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી છે. આનાથી રેલવેના સર્વાંગી વિકાસને મોટો વેગ મળશે.

પીએમ મોદીએ ગુજરાતને 8,587 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું

ગુજરાત વિશે વાત કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2009-2014 દરમિયાન ગુજરાત સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું.પણ આજે ગુજરાતમાં તેજ ગતિથી કામ થઇ રહ્યું છે. એક વર્ષમાં માત્ર 132 કિલોમીટર ટ્રેકનું કામ થયું છે. આ વખતના બજેટમાં પીએમ મોદીએ ગુજરાતને 8,587 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે તથા આજે 701 કિલોમીટર ટ્રેકનું કામ થયું છે.

હવે 700 કિલોમીટરનું કામ

તેમણે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન ગુજરાત સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું. અગાઉ 132 કિલોમીટરનું કામ થયું હતું જ્યારે હવે 700 કિલોમીટરનું કામ થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં 800 થી વધુ ફ્લાયઓવર બન્યા છે અને રેલવેમાં
લોકલ પ્રોડક્ટના 28 સ્ટોલ તૈયાર કરાયા છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન પર 280 કિલોમીટરનું કામ થયું છે.

ગુજરાતમાં 87 સ્ટેશનનો પુનઃવિકાસ

તેમણે કહ્યું કે ગુજરાતમાં 87 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. સુરત, બરોડા, અમદાવાદ, સોમનાથ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ અત્યાર સુધીમાં 280 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં રેલવેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો—-BUDGET 2024: વંદે ભારતને લઈને કરાઇ આ મોટી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ