Harsh Sanghvi : સમગ્ર દેશભરમાં આજે પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરત જિલ્લાના વાવ ખાતે પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ખાસ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે હાજર જનતાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ગણતંત્ર દિવસની શુભકામનાઓ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પહેલા ટ્વીટ કરીને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, ગણતંત્ર દિવસ નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આ દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને ભારતીય લોકશાહીએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી. તમામ દેશવાસીઓ આ લોકશાહીને મજબૂત કરવા અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. હર્ષ સંઘવીએ વાવ ખાતે પોતાના ઉદ્બોધનની શરૂઆત ભારત માતાના જય જય કારથી કરી. તેમણે કહ્યું કે, આપણે બંધારણનો સ્વીકાર 75 વર્ષ પહેલા કર્યો હતો. આજના દિવસે બાબા સાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેક દૂરંદેશીઓને વંદન કરવાનો છે. તેમણે આજના દિવસે મહાત્મા ગાંધી અને અખંડ ભારતના ગડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. તેમણે રામ મંદિર પર કહ્યું કે, આ વર્ષ ઐતિહાસિક વર્ષ છે. આ વર્ષ વર્ષોવર્ષની ત્યાગ અને તપસ્યાનું વર્ષ છે. વર્ષો વર્ષની મહેનતનું પરિણામ એમને એમ નથી મળ્યું. આ વર્ષે ભારતના કરોડો લોકોની તપસ્યાનું પરિણામ આવ્યું છે. આપણને આ પરિણામ બંધારણ થકી મળ્યું છે. સંઘવીએ કહ્યું કે, 22 જાન્યુઆરી 500 વર્ષના ત્યાગનું પરિણામ છે. આપણને આ પરિણામ બંધારણ થકી મળ્યું છે.
હર્ષ ભાઈ સંઘવીએ પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી #RepublicDay2024 #26January2024 #75threpublicday #republicday #GujaratFirst pic.twitter.com/RNEOoxh7mh
— Gujarat First (@GujaratFirst) January 26, 2024
પાછલા 10 વર્ષ ભારત માટે સુવર્ણ વર્ષ : હર્ષ સંઘવી
ભારતના લોકો રામ મંદિર માટે 500 વર્ષથી ગીત ગાતા આવ્યા છે. દેશવાસીઓએ રામ મંદિર બને તે માટે ઘણી બાધાઓ રાખી હતી જે હવે પૂર્ણ થઇ છે. તેમણે આગળ કહ્યું કે, પાછલા 10 વર્ષ ભારત માટે સુવર્ણ વર્ષ રહ્યા છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતની તસવીર અને તકદીર બદલાઈ છે. દેશના તમામ ખૂણે વિકાસ થયો છે તે સ્પષ્ટપણે જોઇ શકાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો ચારે તરફ વિકાસ કર્યો છે. જોકે, આ મારો પોતાનો વિચાર નથી, આ વિચાર કાશ્મિરથી કન્યા કુમારી સુધી લોકોનો છે. આ એક એવો સમય છે જ્યારે કોઇ ભારતીય વિશ્વના કોઇ પણ ખૂણે જાય છે તો તે ગૌરવ અનુભવે છે. આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આપણા રાજ્ય ગુજરાતમાં બની છે. તેટલું જ નહીં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અહીંયા બન્યું છે. વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ બિલ્ડીંગ સુરતમાં બન્યું છે. આપણો દેશ સતત આગળ વધી રહ્યો છે. પછી વાત ધર્મની હોય કે વિકાસની ભારતે બંને રીતે વિકાસ કર્યો છે. દેશમાં આજે અનેક ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સતત વિકાસ કરી રહ્યો છે. આ દેશમાં પહેલા રોડ ઓછા અને ખાડા વધુ મળતા હતા. આજે આંતર રાષ્ટ્રીય કક્ષાના હાઇવે મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીનું ગુજરાતના વિકાસનું સ્વપ્ન હતું જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પૂર જોશમાં થઇ રહ્યું છે. વિકસિત ભારત 2047 નું જે લક્ષ્ય આપણે સૌ લોકો લઇને આગળ વધી રહ્યા છીએ. કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ નાગરિકોના સહભાગથી આપણે સૌ સતત આગળ વધી રહ્યા છીએ.
સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના વાવ સ્થિત એસ.આર.પી. ગ્રુપ મેદાનમાં યોજાઇ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ઉત્તમ ભારતની રચના
‘ટીમ ગુજરાત’ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે
આ પણ વાંચો – Republic Day : જાણો આજના દિવસે જ કેમ મનાવવામાં આવે છે ગણતંત્ર દિવસ, જાણો ઈતિહાસ
આ પણ વાંચો – 26 January: મુખ્ય મહેમાનની પસંદગી કોણ કરે છે? કોને આપવામાં આવે છે મહત્વ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ