Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : CM ભૂપેન્દ્ર પટેલ

11:22 PM Jan 10, 2024 | Hardik Shah

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. પૈત્રા ફિયાલા રાષ્ટ્ર અધ્યક્ષ હોવાના નાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2024 માં સહભાગી થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ૨૦૦૧માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો. ઉપરાંત પાણીની ભારે અછત પણ ગુજરાતી ભોગવી છે. આ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ગુજરાતને બહાર લાવવા અને વિકાસના માર્ગે ગતિમાન બનાવવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરંપરા ૨૦૦૩માં શરૂ કરાવી હતી. આ સમિટે ગુજરાતની ગ્રોથ સ્ટોરીના ઉજળા અધ્યાયનો આરંભ કર્યો, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન અને વૈશ્વિક મંચ ઉપર ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવામાં વાઇબ્રન્ટ સમિટના ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી હતી.

પૈત્રા ફિયાલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન સહભાગી થાય તે હવે એક પરંપરા બની ગઈ છે. તેઓએ કહ્યું કે, આ પૂર્વેની વાઇબ્રન્ટ સમિટમાં તેમના પૂર્વગામી વડાપ્રધાન સહભાગી થયા હતા અને હવે તેઓને વાઇબ્રન્ટ સમિટની આ ૧૦મી એડિશનમાં સામેલ થવાની તક મળી છે. આ બેઠકમાં ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલોટ ભારતમાં : જનરલ ડૉ. વી. કે. સિંઘ

આ પણ વાંચો – અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ” વિષય પર વિશેષ સેમિનાર યોજાયો

આ પણ વાંચો – VGGS-2024 અંતર્ગત “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં જાપાનના યોગદાનના “નેક્સ્ટ ફેઝ” અંગે સેમિનાર સંપન્ન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ