Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tapi : પોલીસે કર્યો નશાના કાળા કારોબારનો પર્દાફાશ

07:29 PM Jan 01, 2024 | Vipul Pandya

નશાનો કાળો કારોબાર કરી રહેલા તત્વો બેફામ બન્યા છે. તાપી (Tapi) એલસીપી પોલીસે સોનગઢના માંડળ ટોલ નાકા પર વાહન ચેકીંગ દરમ્યાન એક આઇસર ટેમ્પો ને અટકવાની કોશિશ કરી હતી. જો કે આઈસર ટેમ્પો ચાલક પોલીસને જોઈ ભાગી છુટ્યો હતો. તાપી (Tapi) પોલીસે પીછો કરીને ટેમ્પાને રોક્યો હતો. ટેમ્પાની તલાશી લેવાતા ઝીપસ્મ જેવા પાવડરની આડમાં અફીણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં પોષ ડોડાનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.

ફિલ્મી ઢબે ટેમ્પાને ઝડપ્યો

રવિવારે તાપી (Tapi) એલ.સી.બી ની ટીમ સોનગઢમાં માંડળ ટોલ નાકા પર વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક સફેદ કલરનો ટાટા ટેમ્પોને અટકાવવાની કોશિશ કરી હતી. તાપી (Tapi) પોલીસને જોઈ ટેમ્પો ચાલકે ટેમ્પો ફુલ સ્પીડે ભગાવી મૂક્યો હતો. પોલીસે ટેમ્પાનો પીછો કર્યો હતો. થોડા અંતરે જઈ ને ટેમ્પો ચાલકે ટેમ્પો રસ્તા પર મુકીને ફરાર થવાની કોશિશ કરી હતી. જો કે ફરાર થઇ રહેલા 2 શખ્સ પૈકી એકને પોલીસે ઝડપી લીધો હતો. તેનું નામ બજરંગ ભવરલાલ બિસનોઈ હોવાનું જાણવા મળ્યું હતું.

1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

તાપી (Tapi) પોલીસે ટેમ્પાની તલાશી લેતાં ઝીપ્સમ જેવા પાવડરની થેલીઓ જોવા મળી હતી પણ તેની આડમાં છુપાવાયેલો બે હજાર આઠસો ચોત્રીસ કિલો પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. તાપી જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર આ પોસ ડોડા અફીણ બનાવામાં ઉપયોગ થાય છે. એલ.સી.બીએ પોશ ડોડા સહિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે 3ને વોન્ટેડ જાહેર કર્યા

તપાસમાં પોશ ડોડા નો જથ્થો તેવો મધ્યપ્રદેશનાં મંસોરથી રાજસ્થાનના જોધપુર ખાતે લઇ જવાતો હતો અને ટેમ્પો ચાલક, ક્લિનર અને માલિક રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તમામને વોન્ટેડ જાહેર કરી તપાસ આદરી હતી.

અહેવાલ–અક્ષય ભદાણે, તાપી

આ પણ વાંચો—GUJARAT POLICE : ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાંથી બમણો દારૂ પકડાયો

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ