Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar : માઉન્ટ આબુ જેવું વાતાવરણ નહીં બનેઃ અલ્પેશ ઠાકોર

12:35 PM Dec 23, 2023 | Vipul Pandya

દારૂ મુદ્દે અલ્પેશ ઠાકોરના બદલાયા બોલ
હવે અલ્પેશના જ મતવિસ્તારમાં દારૂની છૂટ
ભાજપના MLA અલ્પેશ ઠાકોરનું નિવેદન
ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવા છૂટ આપી
ગુજરાત ફર્સ્ટની અલ્પેશ ઠાકોર સાથે વાતચીત
દારૂની છૂટ આપી તે કંઈ નવું નથીઃ અલ્પેશ
માઉન્ટ આબુ જેવું વાતાવરણ નહીં બનેઃ અલ્પેશ
દારૂ મુદ્દે અલ્પેશ ઠાકોર હવે અસમંજસમાં
હું દારૂને ક્યારેય સપોર્ટ નહીં કરુંઃ અલ્પેશ
દારૂથી અનેક પરિવાર બરબાદ થયા છેઃ અલ્પેશ
અનેક દિકરીઓ દારૂથી વિધવા બનીઃ અલ્પેશ
નિયમો આધારિત મંજૂરી અપાઈ છેઃ અલ્પેશ
ગુજરાતીઓ માટે છૂટ ન હોવાનો અલ્પેશનો દાવો
વિદેશી લોકો માટે જ છૂટ હોવાનો દાવો કર્યો
ખુલ્લેઆમ દારૂ વેચાણ પર દરોડા પાડીશઃ અલ્પેશ
આ નવું નથી, નિયમો બનેલા છેઃ અલ્પેશ ઠાકોર

ભુતકાળમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) દારુની બદી સામે આંદોલન કર્યું હતું પણ હવે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સરકારે દારુની છૂટછાટ આપતાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ની સ્થિતિ કફોડી બની છે. ગિફ્ટ સિટીમાં દારુની છૂટ બાબતે અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ગિફ્ટ સિટીમાં દારુની છૂટને આવકારી છે અને કહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં દારુબંધી છે અને રહેવાની છે. દારુબંધી સામે મારી અગાઉ મુહિમ હતી તે હવે આગળ પણ રહેશે.

અલ્પેશ ઠાકોરે હવે સરકારના આ નિર્ણયને આવકાર્યો

સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારુની છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે જેની સામે ગુજરાતભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહી છે. ભુતકાળમાં દારુના વેચાણ સામે આંદોલન કરનારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હવે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું કે ગિફ્ટ સિટી વિસ્તાર એ આંતરરાષ્ટ્રિય વિસ્તાર છે જ્યાં છૂટછાટ આપવાથી ફાયદો થશે. ઉલ્લેખનિય છે કે ગિફ્ટ સિટી વિસ્તાર અલ્પેશ ઠાકોરના વિધાનસભા મતવિસ્તારમાં આવેલો છે.

ગાંધી તથા સરદારના ગુજરાતમાં દારુબંધી છે અને દારુબંધી રહેશે

અલ્પેશ ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે ગિફ્ટ સિટીમાં જે છૂટછાટ અપાઇ છે તે માત્ર હોટેલો અને રેસ્ટોરન્ટસમાં આપવામાં આવી છે અને ગાંધી તથા સરદારના ગુજરાતમાં દારુબંધી છે અને દારુબંધી રહેશે. તેમણે કહ્યું કે હું દારુને ક્યારેય સપોર્ટ નહીં કરું. સરકારે દારુની છૂટ આપી તે કંઇ નવું નથી. નિયમો બનેલા જ છે. માઉન્ટ આબું જેવું વાતાવરણ નહીં બને

ખુલ્લેઆમ દારુ વેચાણ પર હું દરોડા પાડીશ

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે દારુથી અનેક પરિવાર બરબાદ થયા છે અને અનેક દિકરીઓ દારુથી વિધવા બની છે. ગુજરાતીઓ માટે આ છૂટ નથી તેવો દાવો તેમણે કર્યો હતો. તેમણે કહ્યું કે નિયમો આધારીત આ મંજૂરી અપાઇ છે. તેમણે ખુલ્લેઆમ દારુ વેચાણ પર હું દરોડા પાડીશ તેમ કહ્યું હતું.

 

આ પણ વાંચો—-ગાંઘીનગરમાં ચિયર્સની ચીંસો સંભળાશે, જાણો… ગેનીબેનનું મંતવ્ય