Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

 Surat : એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સ ઝડપાયા, 2 વોન્ટેડ 

03:54 PM Dec 21, 2023 | Vipul Pandya
અહેવાલ–ઉદય જાદવ, સુરત 
સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ડ્રગ્સ સહીત 15.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. અને 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે
હોટલમાંથી ઝડપાયા
સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલા માન સરોવર રેસીડેન્સી પાસે આવેલી હોટલ 13 in sky  કમ્પાઉન્ડમાંથી તેમજ હોટલની રૂમમાંથી મળી કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે વસીમ ઉર્ફે વસીમ નિપ્પલ મુસ્તાકભાઈ મિરઝા, વિશાલ રાજુભાઈ પાનપાટીલ અને મયુરદાન પ્રવીણદાન ગઢવીની ધરપકડ કરી છે. તેમજ ૯.૬૧ લાખનું ૯૬.૧૮ ગ્રામ એમડી ડ્રગ્સ, ૫૭ મોબાઈલ ફોન, ૧ લેપટોપ, વજનકાંટો, ફોરવ્હીલ કાર મળી કુલ ૧૫.૯૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, તેમજ સંચાલન કરનાર  શૈલેશભાઈ ભગવાનભાઈ માંગુકિયા અને માલ પૂરો પાડનાર સાદિક ઉર્ફે લાલો ઇશાક શેખને  વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હોટેલમાં માસિક ૨૫ હજાર લેખે બે રૂમ ભાડે રાખી
વધુમાં પોલીસના જણાવ્યા મુજબ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર સાદિક ઉર્ફે લાલો ઈશક શેખ કોઈ જગ્યાએથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી લાવી અને તેનું પેકિંગ તથા વેચાણ કરવા માટે વસીમ ઉર્ફે નિપ્પલ મુસ્તાક મિરઝા તથા વિશાલ પાન પાટીલને રાખી અને તેઓના રોકાવા તથા પડીકી બનાવવા અને વેચાણ કરવા માટે જગ્યાની જરૂર હોવાથી પકડાયેલા આરોપી મયુરદાન ગઢવીને વાત કરીને તેઓની હોટેલમાં માસિક ૨૫ હજાર લેખે બે રૂમ છેલ્લા અઢી માસથી ભાડે રાખી હતી અને તે રૂમોમાં પકડાયેલા આરોપી વસીમ ઉર્ફે વસીમ નિપ્પલ અને વિશાલ પાન પાટીલ રોકાતા તથા હોટેલમાં રૂમમાં પડીકીઓ બનાવી કમ્પાઉન્ડમાં વેચાણ કરતા હતા. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.