Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ કોંગ્રેસ નેતાની સાયબર ક્રાઇમે કરી ધરપકડ, જાણો શું છે સંપૂર્ણ મામલો?

01:11 PM Dec 12, 2023 | Vipul Sen

અમદાવાદ સાયબર ક્રાઇમે એક મોટી કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે. રામમંદિરના પૂજારીની શરમજનક પોસ્ટ કરવા મામલે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, હિતેન્દ્ર પીઠડિયા અનુસૂચિત જાતિ કોંગ્રેસ મોર્ચાના પ્રદેશ પ્રમુખ છે.

અમદાવાદ સાયબર ક્રાઇમે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરી છે. આરોપ છે કે હિતેન્દ્ર પીઠડિયાએ રામમંદિરના પૂજારીની શરમજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. રામ મંદિરના એક પૂજારીને એક મહિલા સાથે બીભત્સ રીતે બતાવીને આ પૂજારી હશે તેવો ફોટો વાયરલ કર્યો હતો. તપાસ મુજબ, મહિલાનું નામ બદનામ કરવાના ઇરાદે આ ખોટી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં સત્ય લખેલ નથી અને ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ કરાઈ હતી. આ પોસ્ટ સામે આવતા કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદ સાયબર ક્રાઇમે હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ IPC કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. સાયબર ક્રાઇમે હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, હિતેન્દ્ર પીઠડિયા અનુસૂચિત જાતિ કોંગ્રેસ મોર્ચાના પ્રદેશ પ્રમુખ છે.

આ પણ વાંચો- તલાટીના ઉમેદવારો માટે મહત્ત્વ સમાચાર, શૈક્ષણિક લાયકાતમાં કરાયો ફેરફાર, વાંચો અહેવાલ