Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર થેન્નારસને વિકલી રીવ્યુ મીટીંગમાં અધિકારીઓનો ઉધડો લીધો

09:09 PM Dec 07, 2023 | Hardik Shah

અહેવાલ – રીમા દોશી

અમદાવાદ મહાનગરના મ્યુનિસિપલ કમિશનર દર અઠવાડિયે સપ્તાહમાં એક વખત વીકલી રીવ્યુ મીટીંગ યોજતા હોય છે. જ્યારે આ સપ્તાહની મીટીંગ યોજવામાં આવી જેમાં કમિશનરે CNCD તેમજ કચરાના યોગ્ય નિકાલ નહિ થવા મામલે અધિકારીઓને ખખડાવ્યા હતા.

અમદાવાદ શહેરના એક વિસ્તારમાં ગંદકી ને લઈને જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અધિકારીએ પોતાના બચાવવામાં કમિશનરને કહ્યું કે અમારા વિસ્તારમાં વોન્ટ ટુ વોલ રોડ નહીં હોવાના કારણે સફાઈની કામગીરી વ્યવસ્થા જ જોવા મળતી નથી તેમ જ સફાઈ પણ યોગ્ય રીતે થઈ શકતી નથી માટે ગાર્બેજ રસ્તા પર જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રકારે અધિકારીએ સ્વ બચાવ કર્યો હતો જેમાં કમિશનરે સ્પષ્ટ કહી દીધું કે ડોન્ટ ડાયવર્ટ ધ ઇસ્યુ. તેમજ સફાઈ યોગ્ય રીતે કરો અને કચરાનો યોગ્ય નિકાલ થાય તેમ જ સફાઈ કર્મચારીઓ હાજર રહે તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. CNCD વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કામગીરીઓ કરવામાં આવી રહી છે ત્યારે વિભાગે બેઠકમાં આખા વર્ષની કામગીરી નો ડેટા કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો ત્યારે કમિશનરે કડક શબ્દોમાં કહી દીધું કે આખા વર્ષનો નહીં પરંતુ છેલ્લા 15 દિવસમાં થયેલી કામગીરી નો ડેટા જોઈએ છે.

શહેરમાં અને જગ્યાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા જોવા મળતા કમિશનરે કહ્યું કે શહેરમાં 10 જેટલા ભાજક ટ્રાફિક ધરાવતા રોડ છે જેની ઉપર ટ્રાફિકનું નિરાકરણ આવે તેના ઉપર ચોક્કસ આયોજન કરવા નું સૂચન આપ્યું હતું. સરકાર તરફથી મળી રહેલી ગ્રાન્ટનું યોગ્ય ઉપયોગ નહીં થવાના કારણે ગ્રાન્ટ પર ખૂબ જ ગંભીર અસરો પડે છે તેના માટે કમિશનરે કહ્યું કે સરકારી ગ્રાન્ટનું યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેમ જ ગ્રાન્ટ ને લઈને કરાય તેવી સૂચના કમિશનરે અધિકારીઓને આપી હતી.

આ પણ વાંચો – દ્વારકા સિરપકાંડ : આલ્કોહોલ માફિયાઓ સાથે નશાબંધી અધિકારીની ભાગીદારી

આ પણ વાંચો – સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજનું છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે ચીટનીશને આવેદન પત્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ