Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Breaking News : ગૌણ સેવા મંડળની પરીક્ષા હવે પેપરલેસ લેવાશે

01:30 PM Nov 29, 2023 | Vipul Pandya

ગૌણ સેવા મંડળની પરીક્ષા હવે પેપરલેસ
પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો
સંખ્યાના આધારે એક દિવસથી વધુ લેવાશે પરીક્ષા
ઉમેદવારે કોમ્પ્યૂટર પર જ પરીક્ષા આપવાની રહેશે
એકસાથે 15 હજાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે
TCS કંપનીને સોંપાશે પરીક્ષાની જવાબદારી
બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે
એક સપ્તાહથી વધુ સમય ચાલશે બીટ ગાર્ડની પરીક્ષા
4.5 લાખ ઉમેદવાર બીટ ગાર્ડની પરીક્ષા આપશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા હવે પેપરલેસ લેવાશે તથા હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક એક દિવસથી વધુ દિવસ પણ લેવાશે.

ઉમેદવારે કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે

ગૌણ સેવા મંડળની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ પરીક્ષા હવે પેપરલેસ રહેશે. ઉમેદવારે કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. ઉપરાંત ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ પરીક્ષા લેવાશે.

હવે દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે

પરીક્ષા પદ્ધતિમાં હવે દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે અને તે માટે દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપનીને જવાબદારી સોંપાશે

4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

સુત્રોએ કહ્યું કે બીટ ગાર્ડની પરીક્ષા પણ હવે ઓનલાઇ પદ્ધતિથી લેવાશે. બીટ ગાર્ડની પરીક્ષા અંદાજીત એક સમયથી વધુ સમય ચાલશે જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

આ પણ વાંચો–-SURAT : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નવી ઓફિસનું ઉદ્ઘાટન