Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ICC World Cup 2023 : અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઇટ્સનો ધસારો…!

07:52 PM Nov 18, 2023 | Vipul Pandya

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ શરુ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેચ નિહાળવા માટે અનેક વીવીઆઇપી તથા વિવિધ ક્ષેત્રના દિગ્ગજો અને ફિલ્મી સિતારાઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. દેશ વિદેશથી આવી રહેલા ક્રિકેટ રસીકોના ધસારાના પગલે અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક વધી રહ્યો છે. એક અંદાજ મુજબ ફાઇનલ મેચના દિવસ સુધી અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ ચાર્ટડ ફ્લાઇટ આવશે.

ટિકીટના ભાવ આસમાને

અમદાવાદ એરપોર્ટ અત્યારે દેશનું સૌથી વધુ એર ટ્રાફિક ધરાવતું એરપોર્ટ બની ચુક્યું છે. ક્રિકેટ રસીકો ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચી રહ્યા હોવાથી ફ્લાઇટની ટિકીટમાં પણ વધારો થઇ ગયો છે. સામાન્ય રીતે જે ટિકીટ 3થી 4 હજારમાં મળે છે તેનો ભાવ અત્યારે દસ ગણો થઇ ગયો છે. આમ પણ દિવાળીના તહેવારો હોવાથી ફ્લાઇટની ટિકીટના ભાવ પણ વધ્યા હતા પણ ફાઇનલ મેચના કારણે ટિકીટના ભાવ આસમાને પહોંચ્યા છે.

10 જેટલી ફ્લાઇટ્સનો વધારો

ભારે ધસારાના પગલે અમદાવાદ આવી રહેલી ફ્લાઇ્ટસમાં 10 જેટલી ફ્લાઇટ્સનો વધારો કરાયો છે. ફાઇનલ મેચ પૂર્વે અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ ચાર્ટડ ફ્લાઇટ આવે તેવી શક્યતા છે. બોલીવુડ સિતારા, રાજનેતાઓ, વીવીઆઇપીઓ અને ઉદ્યોગપતિઓ ચાર્ટડ પ્લેન દ્વારા અમદાવાદ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટ ફૂલ થઇ જશે જેથી તે ધસારાને પહોંચી વળવા માટે પણ વ્યવસ્થા કરાઇ છે.

એરપોર્ટનું પાર્કીંગ હાઉસફુલ

અમદાવાદ એરપોર્ટનું પાર્કીંગ હાઉસફુલ થવાની સંભાવના છે જેથી એરક્રાફ્ટને નજીકના વડોદરા, રાજકોટ, સુરત અને ઉદયપુર સહિતના એરપોર્ટ પર પાર્કીંગની વ્યવસ્થા કરાશે. આ તમામ એરપોર્ટસને સ્ટેન્ડ બાય રખાયા છે. અમદાવાદ એરપોર્ટ પર પણ વર્લ્ડ કપની પ્રતિકાત્મક ટ્રોફી મુકવામાં આવી છે અને યાત્રીકોનું ગરબા દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શનિવારે ઘણા વીઆઇપી ગેસ્ટ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.

અમદાવાદ-મુંબઇ વચ્ચે સ્પેશયલ ટ્રેન

બીજી તરફ વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે રેલવેએ પણ અમદાવાદ-મુંબઇ વચ્ચે સ્પેશયલ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી અમદાવાદ સુધી દોડશે.

આ પણ વાંચો—-ICC WORLD CUP 2023 : અફસોસ કે વર્લ્ડકપની ફાઇનલમાં કોઇ ભારતીયે….!