Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સહકાર વિભાગનો સપાટો, બોગસ સભાસદ અને મંડળીઓ કરાઈ રદ

01:14 PM Nov 08, 2023 | Vipul Pandya

રાજ્યના સહકાર વિભાગમાં સફાઈ અભિયાન
બોગસ સભાસદ અને મંડળીઓ કરાઈ રદ
2.99 લાખ બોગસ, મૃત્યુ પામેલા સભાસદના નામ કમી
510 બોગસ મંડળીઓ પણ રદ કરવામાં આવી
હાલ 10262 મંડળીમાં 36.10 લાખ સભાસદ છે

રાજ્યમાં સહકારી મંડળીઓમાં 2.99 લાખ સભાસદો મૃત્યુ પામેલા છે કાં તો બોગસ છે તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના સહકાર વિભાગ દ્વારા જ્યારે બોદસ સભાસદો અને મંડળીઓ અંગે સફાઇ અભિયાન શરુ કરાયું છે તેમાં હકિકત બહાર આવી છે.

બોગસ સભાસદો અને બોગસ મંડળીઓ

રાજ્યના સહકાર વિભાગમાં સફાઇ અભિયાન શરુ કરાયું છે. સહકારી મંડળીઓની જ્યારે તપાસ કરાઇ ત્યારે ચોંકાવનારી માહિતી મળી કે બોગસ સભાસદો અને બોગસ મંડળીઓ પણ ચાલી રહી છે અને તેથી આવા બોગસ સભાસદો અને બોગસ મંડળીઓના નામ કમી કરી દેવાયા છે.

2,99,213 મૃત્યુ પામેલ અથવા બોગસ સભાસદોના નામો મંડળીમાથી કમી

જ્યારે સહકાર વિભાગે ઉંડી તપાસ કરાઇ ત્યારે જાણવા મળ્યું કે રાજ્યમાં અલગ અલગ મંડળીઓમાં 3,72,122 સભાસદ મૃત્યુ પામેલા હોવા છતાં તેમના નામહજુ પણ મંડળીમાં ચાલી રહ્યા છે. આ નામો પૈકી 2,99,213 મૃત્યુ પામેલ અથવા બોગસ સભાસદોના નામો મંડળીમાથી કમી કરવામાં આવ્યા છે.

બોગસ 510 મંડળીઓ પણ રદ

આ સાથે રાજ્યની બોગસ 510 મંડળીઓ પણ રદ કરવામાં આવી છે. સુત્રોએ કહ્યું કે રાજયમાં હાલ કુલ 10262 મંડળીઓ અને તેના 36.10 લાખ સભાસદો નોંધાયેલા છે.

આ પણ વાંચો—-દિવાળી ટાણે ભેળસેળ કરનારા તત્વો પર નજર, 6 કરોડનો અખાદ્ય જથ્થો જપ્ત