Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીનગરમાં 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન, ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્રપ્રધાન રહ્યા હાજર

11:43 PM Nov 07, 2023 | Hardik Shah

અહેવાલ – સંજય જોશી

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ભારતમાં વિદેશી યુનિવર્સિટી કેમ્પસની રજૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં દર્શાવેલા વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે આજે ‘આરંભ (ધ બિગિનિંગ) થયો છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસીસ ઇન ઇન્ડિયા’ કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, આ પરિવર્તનકારી નીતિ ‘ઇન્ટરનેશનલાઇઝેશન એટ હોમ’ પર ભાર મૂકે છે, જેનો ઉદ્દેશ આપણા પોતાના દેશની અંદર વાઇબ્રન્ટ, વૈવિધ્યપૂર્ણ અને સર્વસમાવેશક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાનો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ ભારતની શિક્ષણ વ્યવસ્થાનાં વૈશ્વિકરણની દિશામાં મોટી હરણફાળ સૂચવે છે, જે વૈશ્વિક કક્ષાની શીખવાની તકોને આપણાં ઘરઆંગણે લાવે છે. ગુજરાત તકોની ભૂમિ છે. વાઇબ્રન્ટ ઇકોનોમી, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇકોસિસ્ટમ ધરાવતું પ્રગતિશીલ રાજ્ય, ગુજરાત એ ભારતનું અગ્રણી ગ્રોથ એન્જિન છે. ગિફ્ટ સિટીમાં આ બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓનું કેમ્પસ ખરેખર એક ભેટ છે જેની દેશ રાહ જોઈ રહ્યો છે, “તેમણે જણાવ્યું હતું.

આ સમારંભમાં ગિફ્ટ સિટીમાં ડેકિન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોલોંગોંગના કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયા સરકારના શિક્ષણ મંત્રી જેસન ક્લેર, ઓસ્ટ્રેલિયા સરકારના કૌશલ્ય અને તાલીમ મંત્રી બ્રેન્ડન ઓ’કોનોર (ઓન-લાઇન), ડેકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર આયન માર્ટિન વાઇસ ચાન્સેલર, પ્રોફેસર પેટ્રિશિયા ડેવિડસન, વાઇસ ચાન્સેલર, ઓસ્ટ્રેલિયા સરકાર, યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, અને ભારત અને ઓસ્ટ્રેલિયાના જાણીતા શિક્ષણવિદો સાથે વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના વક્તવ્ય દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની હાજરી સાથે અમે સમૃદ્ધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ, જ્યાં વિશ્વના વિવિધ ખૂણેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહયોગ કરશે, શીખશે અને સાથે મળીને વિકાસ કરશે. આ માત્ર શિક્ષણની ગુણવત્તાને જ ઉન્નત નહીં કરે, પરંતુ આપણા વિદ્યાર્થીઓને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે સશક્ત પણ બનાવશે, જે આજની એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં આવશ્યક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રાચીન કાળથી જ આપણું રાષ્ટ્ર જ્ઞાનનું કેન્દ્ર રહ્યું છે. આપણે આજે જ્યાં છીએ ત્યાંથી બહુ દૂર નથી, એક સમયે 7મી સદીમાં શિક્ષણના પ્રખ્યાત કેન્દ્ર વલ્લભી યુનિવર્સિટી ઊભી હતી. તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્ય અને ગણિત જેવા વિષયો શીખવવામાં તે ઉત્કૃષ્ટ હતું. આ યુનિવર્સિટી તેના ઉચ્ચ શૈક્ષણિક ધોરણો માટે જાણીતી હતી અને તેણે સમગ્ર ભારત અને વિદેશના વિદ્વાનોને આકર્ષ્યા હતા. આવા ઐતિહાસિક ઉદાહરણોથી પ્રેરિત થઈને, આજે આપણે ફરી એકવાર વૈશ્વિક શિક્ષણ સ્થળ બનવાની દિશામાં મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લઈ રહ્યા છીએ, “તેમણે જણાવ્યું હતું.

તપન રે, એમડી અને ગ્રૂપ સીઇઓ ગિફ્ટ સિટીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ખાતે આઇએફએસસીમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના કેમ્પસની સ્થાપના ભારતના ઇન્ટરનેશનલ એજ્યુકેશન લેન્ડસ્કેપ માટે એક આશાસ્પદ યુગનો પ્રારંભ છે. આ કેમ્પસિસના પ્રારંભ વિશ્વ-સ્તરીય શૈક્ષણિક કેન્દ્રની રચના કરવાના અમારા વિઝનને દર્શાવે છે, જે ગિફ્ટ સિટી ખાતે અમારા ફાઇનાન્સ અને ટેક હબને વધુ મજબૂત કરવા પ્રતિભાશાળી પ્રોફેશ્નલ્સની નિરંતર ઉપલબ્ધતા ઉપર કેન્દ્રિત છે. તે તમામ હીતધારકો માટે લાભદાયી બની રહેશે.

આ પણ વાંચો – Ahmedabad : વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં વિકરાળ આગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ