Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ શખ્સ છેલ્લા 55 વર્ષથી પટોળા બનાવીને વેચે છે, મહિલાઓને આપી રોજગારી

07:31 PM Nov 07, 2023 | Hardik Shah

અહેવાલ – રાબિયા સાલેહ

દિવાળીને હવે ગણતરીના જ દિવસો રહી ગયા છે. જેથી સુરતીઓ દ્વારા દિવાળીની ખરીદી શરૂ કરી દેવાઇ છે. એ સાથે જ અન્ય રાજ્યોથી સુરત ખાતે આવી પોતાના માટે જ નહીં પરંતુ તેમના ગામ અથવા શહેરમાં રહેતી ઘણી મહિલાઓને પણ રોજગાર પૂરી પાડતા કેટલાક વેપારીવર્ગ જોવા મળી રહ્યા છે. જેથી તેઓ ઘરકામ સાથે સાથે કામ કરી પગભર થઇ રહી છે.

પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ. પટોળાએ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. પટોળાનો વર્ષાગત ધંધો કરતા કેટલાક વેપારીઓ સુરત ખાતે રોજગારી મેળવવા માટે આવે છે. નાજુક, ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિઓવાળી વિશિષ્ટ ડીઝાઇન સહજ રીતે તૈયાર કરતા અને છેલ્લા 55 વર્ષથી પટોળા બનાવી વેચતા માવજીભાઈએ જણાવ્યું હતું કે, તેઓ સુરેન્દ્રગરના લીમડી ગામના રહેવાસી છે, જ્યાં તેમનો પરિવાર ઘરે જ પટોળા બનાવે છે અને ગુજરાતના વિવિધ શહેરમાં ફરી તેઓના પરિવાર દ્વારા પટોળા વેચવામાં આવે છે.

એક પટોળા બનતા ઓછામાં ઓછાં ચાર મહિનાનો સમય લાગે છે. સાથે જ એક પટોળા બનાવવામાં 20 મહિલાઓને રોજગારી પણ મળે છે. તેમને ત્યાં દર મહિને અંદાજે 15 નંગ જેટલા પટોળા બને છે, આમ તો એક આંખા પટોળાને બનાવવા માટે 7 મહિલાઓ બેસે છે પરંતુ મહિલા દ્વારા તાર નાખવાનું કામ થાય છે. જ્યારે એજ પટોળામાં એક પુરુષ દ્વારા રેશમનો દોરો નાખવાનું કામ થાય છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણવાણાને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપુર્વક રંગવામાં આવે છે. ત્યારબાદ વણકર તેને ચોક્સાઇપુર્વક શાળ પર ગોઠવે છે, જેનાથી નાજુક, ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિઓવાળી વિશિષ્ટ ડીઝાઇન તૈયાર થાય છે.

પટોળા બનાવવા માટે રાજ્ય સરકાર તરફ થી વેપારીઓને એક સારી મદદ પણ મળી રહે છે. ગુજરાત રાજ્ય હસ્તકલા વિકાસ નિગમ દ્વારા અલગ અલગ યોજનામાં સહાય મળે છે. એટલુ જ નહિ તે પ્રદર્શનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને નિશુલ્ક સ્ટોલ પણ મળે છે. ભારત ભરમાં પટોળા વેચનારને નિશુલ્ક સ્ટોલ મળે છે. આ સાથે જ ગુજરાત રાજ્ય હાથશાળ હસ્તકલા તરફથી કારીગરોને સહાય મળે છે. એક કારીગરને TADA 400 રૂપિયે મળે અને 1500 રૂપિયા ટ્રાન્સપોર્ટ આપવામાં આવે છે અને ગરવી ગુર્જરી દ્વારા કારીગરોને લુમ્સ પણ આપવામાં આવે છે. પી એમ ના કારણે ભારતભરમાં પોતાનો વેપાર ફેલવવાનો મોકો પટોળા બનાવનારને મળે છે.

પટોળા બનાવનાર માવજી જેરામ સોયા કહે છે કે પહેલા પોતે શીખ્યા હતા, ત્યારબાદ સરકારની સમર્થ યોજના થકી 45 દિવસ સુધી અલગ અલગ સ્થળે 60 મહિલાઓને ટ્રેનિંગ આપી હતી. ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરમાં તેમજ સુરેન્દ્રનગરના કટારીયા ગામમાં અને લીમડીમાં આવેલી પરાલી ગામમાં સરકાર સાહકરથી તેઓ દ્વારા અન્ય મહિલાઓને પટોળા બનાવવાની તાલીમ આપી તેમને પગભર કરવાનો એક સારો પ્રયાસ કર્યો હતો.

પટોળા ખરીદનાર મહિલાઓનો પ્રતિસાદ પણ સારો રહે છે પરંતુ ભાવ ઓછો રાખવા તેઓ અપીલ કરે છે. લોકોને ઓછા ભાવે સારી વસ્તુ મળે એટલા માટે કોટન બાય સિલ્કના પટોળા પણ બનાવવામાં આવે છે. પટોળાની કિંમત કોટનમાં 7000 થી 10,000 સુધીની છે. જ્યારે ઓરિજનલ સિલ્કના 15000 થી 1 લાખ સવા,લાખ સુધી પટોળા વેચાય છે.

આ પણ વાંચો – દેશ વિદેશમાં દિવાળી પહેલા ઇનોવેટિવ આયુર્વેદિક મીઠાઈઓની વધી ડિમાન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.