Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Stamp Duty : હાઉસિંગ લૉન સસ્તી આપવા ખાનગી બેંકોનું સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું કૌભાંડ

05:59 PM Oct 28, 2023 | Vipul Pandya

હાઉસિંગ લૉન માટે જરૂરી દસ્તાવેજ છે ઈક્વિટી મોર્ગેજ
ઈક્વિટી મોર્ગેજ અને ટાઈટલ ડીડની ડિપોઝીટનું રજિસ્ટ્રેશન જરૂરી
આ દસ્તાવેજ માટે લૉન પર 0.35 ટકા ડ્યુટી લાગે છે
ઉપરાંત રજિસ્ટ્રેશન માટે 6 હજાર રૂપિયાની ફી લાગે છે
1 કરોડની લૉન હોય તો 35 હજાર રૂપિયા ડ્યુટી લાગે છે
રજિસ્ટ્રેશનની ફી 6 હજાર ગણીને 41 હજાર વસૂલવાના થાય
ખાનગી બેંક દ્વારા બંને પ્રકારની પ્રક્રિયા કરવામાં આવતી નથી
ખાનગી બેંકો રકમ ન વસૂલીને ગ્રાહકોને લૉન સસ્તી આપે છે
2008માં જ સરકારે નિયમ લાવીને આ દસ્તાવેજો ફરજિયાત કર્યાં છે
રાજ્યની ખાનગી બેંકોમાં ડ્યુટી ચોરીનું ‘એક્ટ ઓફ ફ્રૉડ’!

રાજ્યની ખાનગી બેંકો દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખાનગી બેંકો મોર્ગેજ મિલકતોનું રજિસ્ટ્રેશન નહીં કરાવી કૌભાંડ આચરતી હોવાનું સામે આવ્યું છે. લૉન સસ્તી આપવા માટે રજિસ્ટ્રેશન ન કરાતું હોવાનું જણાઇ આવ્યું છે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સના પરિપત્રથી આ ઘટસ્ફોટ થયો છે.

પરિપત્રમાં આ ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ

તાજેતરમાં ગુજરાત સરકારના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરિક્ષક ગાંધીનગર દ્વારા બહાર પડાયેલા એક પરિપત્રમાં આ ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એવો ખુલાસો થયો છે કે ખાનગી બેંકો દ્વારા હાઉસિંગ લોન માટેના ઈક્વિટેબલ મોર્ગેજનું રજિસ્ટ્રેશન થતું નથી. ખાનગી બેંકોએ રજિસ્ટ્રેશન માટે 0.35 ટકાની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની હોય છે. બેંકો ઈક્વિટેબલ મોર્ગેજ કે ટાઇટલ ડીડનું રજિસ્ટ્રેશન કરાવતી નથી. જો ખાનગી બેંકો રજિસ્ટ્રેશન કરે તો ગ્રાહકો પાસેથી 0.35 ટકા વધુ વસૂલવા પડે પણ લૉન સસ્તી આપવા માટે રજિસ્ટ્રેશન ન કરાતું હોવાનું અવલોકન બહાર આવ્યું છે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સના પરિપત્રથી ઘટસ્ફોટ થયો છે.

2008થી આ નિયમ છતાં હજુ સુધી તેનો અમલ જ થયો નથી

નિયમનો ખાનગી બેંક પાસે અમલ કરાવવા અંગે પરિપત્ર કરાયો છે. ખાનગી બેંકોને લીધે સરકારને 10 હજાર કરોડનું નુકસાન થયું છે. 2008થી આ નિયમ છતાં હજુ સુધી તેનો અમલ જ થયો નથી. જો કે નેશનલાઈઝ બેંકો નિયમ મુજબ જ કરે આ પ્રક્રિયા કરે છે અને નેશનલાઈઝ બેંકો નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી વસૂલે છે ત્યારે સવાલ એ થાય છે કે કોની રહેમરાહે ખાનગી બેંકો આટલી મોટી ઘાલમેલ કરી રહી છે? નેશનલાઈઝ બેંકમાંથી લૉન લેનારી જનતાનો શું વાંક? તે સવાલ પણ પુછાઇ રહ્યો છે.
શા માટે માત્ર નેશનલાઈઝ બેંકને જ ડ્યુટી ભરવાની ફરજ છે તે સવાલ પુછાઇ રહ્યો છે.

10 હજાર કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટીનું સરકારને નુકશાન

રાજ્યની ખાનગી બેંકો મોર્ગેજ મિલકતોનું રજિસ્ટ્રેશન નહીં કરાવી 14 વર્ષમાં અંદાજે 10 હજાર કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટીનું સરકારને નુકશાન પહોંચાડ્યું છે. 0.35 ટકા અને 6 હજારની રજિસ્ટ્રેશન ફી લોન લેનાર ગ્રાહકો પાસેથી વસુલવામાં આવે છે પણ બેંકો સરકારમાં જમા કરાવતી નથી.

હવે સરકારે તેની ગંભીર નોંધ લીધી

સરકારે 2008થી આ નોંધણી ફરજિયાત બનાવી છે પણ 14 વર્ષથી ખાનગી બેંકો મોર્ગેજ અને ટાઇટલ ડીડને રજિસ્ટ્રેશન કરાવતા નથી. આ લાલીયાવાડી આટલા સમયથી ચાલતી હતી અને હવે સરકારે તેની ગંભીર નોંધ લીધી છે અને પરિપત્ર જાહેર કરી બેંકોને સરકારના નિયમોનું પાલન કરાવવા કલેક્ટર તથા દસ્તાવેજ નોંધણી અધિકારીને જાહેર કરાયેલા નિયમોનું પાલન કરવા આદેશ અપાયો છે.

આ પણ વાંચો—-ખાખીની તોડબાજી બાદ ખાદીધારીની એન્ટ્રીથી કેસમાં આવ્યો વળાંક