Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીનગર મહાનગરપાલિકાની CNCD તથા એસ્ટેટ શાખા દ્વારા સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ દૂર કરવામાં આવ્યા

11:49 AM Oct 06, 2023 | Hardik Shah

સરકારી જમીન પર દબાણો દૂર કરવા મનપા તંત્ર સજ્જ થઇ ગયું છે. શહેરમાં અનેક જગ્યાના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે 1000 વાર જમીન પર દબાણો દૂર કરવાની કામગરીને વેગ આપવા મનપા તંત્ર સતર્ક થયું છે. ગાંધીનગરમાં એક તરફ રખડતા ઢોરનો ત્રાસ છે તો બીજી તરફ સરકારી જમીન પર ડામવા માટે જ મનપાએ ગેર કાયદેસર ઢોરવાળો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.

રાજ્યનું પાટનગરમાં દબાણની ઝુંબેશ હાથ ધરાઇ

મહત્વનું છે કે, સતત સ્માર્ટ સીટીમાં હવે દબાણ અવાર-નવાર વધતા જાય છે ત્યારે સેક્ટરોની ફરતે સતત ઝૂંપડપટ્ટી પણ વધી રહી છે અને શ્રમજીવીઓ મન ફાવે ત્યાં દબાણ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકારી જમીન પર થતા દબાણો માટે હવે મનપા તંત્ર સતર્ક થયું છે અને આવા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનસીડી તથા એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમ દ્વારા સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અંદાજિત 1000 વાર સરકારી જગ્યા ખાલી કરાવેલ છે. તથા કુલ 5 ઢોરવાડાના દબાણ અને અંદાજે 71 જેટલા પશુઓને હટાવવામાં આવેલ છે.

કુડાસણ વિસ્તારમાં 1 ઢોરવાડો તથા અંદાજિત 36 જેટલા પશુઓને હટાવવામાં આવેલ છે. સેક્ટર-13 વિસ્તારમાં કુલ 3 ઢોરવાડા તથા અંદાજિત 20 જેટલા પશુઓ તેમજ સેક્ટર – 29 માં 1 ઢોરવાડો અને અંદાજે 15 જેટલા પશુઓને હટાવવામાં આવેલ છે. ભવિષ્યમાં આ જગ્યા પર દબાણ ન થાય તે માટેની કડક સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાની ઢોરવાડાના દબાણ હટાવવાની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.