Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Big News : ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર, જાણો Schedule

08:02 PM Jun 27, 2023 | Viral Joshi

ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર થઈ ચુકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની બેઠકોની ચૂંટણીને લઈ કાર્યક્રમ જાહેર કર્યો છે. દેશના ત્રણ રાજ્યોની 10 રાજ્યસભાની બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં ગોવાની 1 સીટ પર, ગુજરાતની 3 સીટ પર અને પશ્ચિમ બંગાળની 6 સીટ પર ચૂંટણી યોજાવાની છે.

કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થતા તેમની બેઠક પર ચૂંટણી યોજાશે. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ સંખ્યાબળની દ્રષ્ટિએ નબળી આ 3 બેઠકો પર ફરી ભાજપ જીતે તેવી શક્યતા છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે જેમાંથી 8 બેઠકો ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસ પાસે છે.

રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ નોટિફિકેશન જાહેર થશે. 13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે. 14 જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવાર 17 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. જે બાદ 24 જુલાઈ 2023 ને સોમવારના દિવસે સવારે 9 થી 4 વચ્ચે મતદાન યોજાશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી થશે. 26 જુલાઈ 2023 પહેલા રાજ્યસભાની સીટો પરની ચૂંટણી પૂર્ણ થશે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ બાજી મારે તેવી શક્યતાઓ છે કારણ કે હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપ ખુબ જ મજબૂત સ્થિતિમાં છે. તેથી ત્રણેય બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. આ વખતે વિદેશમંત્રી એસ. જયશંકર ફરીથી રાજ્યસભામાં મોકલશે જ્યારે બાકીની બે સીટો પર ચહેરો બદલાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી..! વાંચો આ અહેવાલ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.