Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતની રાજનીતિ એકવાર ફરી ચર્ચામાં, ભાજપમાં જોડાયા AAP ના આ ચૂંટાયેલા ઉમેદવાર

09:47 PM May 21, 2023 | Vipul Pandya

  • ચૂંટણી પરિણામના ત્રણ દિવસ બાદ પક્ષ પલટો
  • વિસાવદર AAPના વિજેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે
  • ગાંધીનગર કમલમમાં ધારણ કરશે કેસરિયો
  • નવી સરકારના શપથવિધિ પહેલા જ પક્ષપલટાથી ગરમાવો
  • ભાજપના હર્ષદ રિબડીયા સામે ચૂંટણી જીત્યા હતા
  • AAP છોડી ઘરવાપસી કરશે ભૂપત ભાયાણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામને હજુ ત્રણ દિવસ જ થયા છે અને ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હોય તેવા સમાચાર તાજતેરમાં સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, વિસાવદરના AAPના ચૂંટાયેલા ઉમેદવારે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. 
ભૂપતભાઈ ભાયાણીએ AAP છોડવાનો નિર્ણય કર્યો
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કુલ પાંચ બેઠકો જીતવામાં સફળ રહી છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, તેમાથી પણ એક ઓછી થવાની સંભાવનાઓ છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, વિસાવદરથી આમ આદમી પાર્ટીની બેઠક પરથી ચૂંટણી જીતનાર ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. 
થોડી ક્ષણોમાં ધારણ કરી શકે છે કેસરિયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપને કુલ 156 બેઠકો પર જીત મળી છે ત્યારે આ રેકોર્ડબ્રેક જીતના સમાચાર બાદ આજે એકવાર ફરી રાજ્યની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના AAPના ચૂંટાયેલી ઉમેદવારે કેસરિયો ધારણ કરવાનો નિર્ણય કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. હજુ તો પરિણામ બે-ત્રણ દિવસો જ થયા છે ત્યારે આ પ્રકારનો નિર્ણય શંકાને સ્થાન આપે છે કે શું કોઇ અંદરો-અંદર ખીંચડી તો પકાઇ રહી નથીને? 
ભુપત ભાયાણીને પહેલા આપવું પડશે રાજીનામું
વિસાવદરથી ચૂંટાયેલા ઉમેદવાર ભૂપત ભાયાણીને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાવવા માટે સૌ પ્રથમ રાજીનામું આપવું પડશે. તેઓ ટેકનિકલ રીતે મેન્ડેડ સાથે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. વળી અહીં જો તેઓ રાજીનામું આપ્યા વિના ભાજપમાં જોડાય છે તો તેમના પર પક્ષાતર ધારા દેઠળ કાર્યવાહી થઇ શકે છે.
બે વર્ષ પહેલા ભાજપને કહ્યું હતું અલવિદા
આવતીકાલે એટલે કે સોમવારના રોજ શપથવિધિ સમારોહ યોજાવાનો છે તે પહેલા જ AAPમાં ભંગાણ થતા વિસાવદરના ચૂંટાયેલા ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જોડાવાના છે. વિસાવદર બેઠક પર ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી. વળી બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ કરસનભાઈ વડોદરિયાને ટિકિટ આપી હતી. આ બંને ઉમેદવારોને હરાવી ભૂપત ભાયાણી વિસાવદરની બેઠક જીતવામાં સફળ થયા છે. તેમના રાજકીય સફરની જો વાત કરવામાં આવે તો તેઓ સરપંચથી સીધા જ ગાંધીનગર સુધી પહોંચી ગયા છે. તેઓ આ પહેલા ભાજપ સાથે હતા, પરંતુ બે વર્ષ પહેલા જ તેમણે ભાજપને અલવિદા કહી દીધું હતું અને હવે તેમણે એકવાર ફરી પોતાનું મન બદલી દીધું છે અને એકવાર ફરી કેસરિયો ધારણ કરવાનું નક્કી કર્યું છે.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.