Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: ગરબાના રંગમાં ભંગ પડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી

05:23 PM Oct 05, 2024 |
  1. 7 થી 12 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ થશે
  2. રાજ્યના અનેકભાગોમાં વરસાદ પડી શકે છે
  3. 16થી 22 દરમિયાન વરસાદ પડવાની શક્યતા

Gujarat: ગુજરાતમાં અત્યારે લોકો ગરબા રમવામાં વ્યસ્ત છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, 7 થી 12 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. અરબી સમુદ્રમાં હલચલ થવાના કારણે ગુજરાત (Gujarat)માં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

નોંધનીય છે કે, આ નવરાત્રિમાં દરમિયાન વરસાદની શક્યતાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજથી જ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ સાથે સાથે 16 થી 22 દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે, તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની થવાની પણ શક્યતાઓ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો, આ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની થવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જો કે, ગુજરાતના કેટલા વિસ્તારોમાં નવરાત્રિ બગાડી શકે છે. કારણે કે, જો નવરાત્રિ દરમિયાન વરસાદ થયો તો ગરબાનો ખેલ બગડી શકે છે. જો કે, આખા ગુજરાતમાં વરસાદ નથી થવાનો પરંતુ રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VADODARA : LVP ગરબા સંચાલકોથી ખેલૈયાઓ ખફા, હલકી ગુણવત્તાના પાસને લઇને મોકાણ

આ પણ વાંચો: Ahmedabad : 2 મહિનામાં ત્રણ પતિએ પત્નીની હત્યા કરી, ત્રણેય ઘટનામાં સામે ચાલી પોલીસને સરેન્ડર થયા

આ પણ વાંચો: VADODARA : મોટા નફાના ઝાંસામાં લઇ યુવકના ગળે હથિયાર મુકી લૂંટ