Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા, જાણો કઇ પદ્ધતિથી લેવાશે પરીક્ષા

09:30 AM May 19, 2023 | Hiren Dave

જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ગુજરાત (Gujarat) સરકારે વર્ગ 3ની ભરતી (class 3 Recruitment) માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ 3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે નવા નિયમો લાગુ પડશે. વર્ગ 3ની ભરતી માટે દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરાઇ છે.

ક્લાસ 3ની પરીક્ષા માટે કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં બને
મળતી માહિતી પ્રમાણે મુખ્ય પરીક્ષાના આધારે જ મેરીટ બનશે. કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં બને. દર વર્ષે વિભાગોએ પોતાની ખાલી જગ્યાઓ અંગે સેક્રેટરીને જાણ કરવાની રહેશે. તો સાથે જ ગુજરાતી કે ઇંગ્લિશમાં પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે પછી મેરિટ પ્રમાણે ઉમેદવારોની પસંદગી થશે

મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે
નવા નિયમોની જાહેરાત પ્રમાણે જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.

કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ લેવાયો નિર્ણય
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્ણાતો સાથેના લાંબા અધ્યયન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે.

ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય લીધો
મહત્વનું છે કે આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે, સૂત્રોનું માનીએ તો સરકારી નોકરીની ભરતીઓ માટેની પરીક્ષાઓમાં વારંવાર થતાં પેપરલીક કાંડ અને ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય લીધો છે.

આપણ  વાંચો- સાવરકુંડલા : રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું રોડ અકસ્માતમાં નિધન