Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Exclusive : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શું દાવો કર્યો ?

05:37 PM Apr 16, 2024 | Vipul Pandya

Exclusive : બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની વિશાળ જનસભા અને રેલીમાં પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (Bhajanlal Sharma) પણ ખાસ હાજર રહ્યા હતા. ભજનલાલ શર્માએ આ તબક્કે ગુજરાત ફર્સ્ટ સાથે Exclusive વાતચીત કરી હતી તેમણે કહ્યું કે અમારી પાસે નીતિ અને નેતા છે અને તેથી જ દેશના લોકો ભાજપ પર ભરોસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં 26 અનેરાજસ્થાનમાં 25 બેઠકો ભાજપ જીતશે.

કોંગ્રેસ પાસે હવે કહેવા લાયક કંઇ નથી

રેખાબેન ચૌધરીની રેલીમાં જોડાયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતની હવા કહે છે આ વખતે ગુજરાતમાં ફરી 26 બેઠકો અને રાજસ્થાનમાં પણ તમામ 25 સીટ ભાજપ જીતશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે હવે કહેવા લાયક કંઇ નથી. કોંગ્રેસે હંમેશા તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે. તેણે જોવું જોઇએ કે એક સમયે પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ હતી પણ આજે તેની નિયત ઠીક નથી તેથી સ્થિતી શું થઇ…

અમારી પાસે નીતિ અને નેતા છે

ભજનલાલ શર્માએ કહ્યું કે અમારી પાસે નીતિ અને નેતા છે જેથી લોકો ભરોસો કરે છે. વડાપ્રધાન મોદી જે કહે છે તે કરે છે અને જે કરે તે કહે છે. રાજસ્થાનમાં પાણીની જે સમસ્યા હતી અને વડાપ્રધાન મોદીએ દોઢ વર્ષમાં પાણીની સમસ્યાનું સમાધાન કર્યું છે.

ગુજરાતીઓ તમે ભાગ્યશાળી છો

આ પહેલા જનસભામાં ભજનલાલ શર્માએ કહ્યું કે ગુજરાતની હવા સંપૂર્ણ દેશમાં જવી જોઇએ. ગુજરાતીઓ તમે ભાગ્યશાળી છો અને વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાને કોંગ્રેસને મજબૂર કરી દીધી છે. કોંગ્રેસ નાના પક્ષો સાથે ગઠબંધન કરવા તૈયાર થઇ ગઇ છે. કોંગ્રેસમાં કહેવા અને કરવામાં તફાવત હતો. કોંગ્રેસ ગરીબો અને ખેડૂતોની માત્ર વાતો કરતી હતી પણ તેમનો વિકાસ કર્યો નથી. આપણા દેશની સરહદોને પણ વડાપ્રધાને સુરક્ષીત કરી છે.

આ પણ વાંચો—— આજે રૂપાલા સહિત રાજ્યભરમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો—— VADODARA : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ભર્યું

આ પણ વાંચો—– Surat loksabha : અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી કહ્યું કે…