Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Assembly : નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર,ગૃહમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો

01:05 PM Feb 09, 2024 | Vipul Pandya

Gujarat Assembly : ગુજરાત વિધાનસભા ( Gujarat Assembly)ના બજેટસત્રમાં આજે વિવિધ પ્રશ્નો ગૂંજ્યા હતા જેમાં સરકારે જવાબ આપ્યો હતો. વિપક્ષી સભ્યોએ સરકાર પર આકરા પ્રહાર કરીને પ્રશ્નો પુછ્યા હતા પણ સરકારે સામે ઝીણવટભરી માહિતી આપી હતી.

ગૃહમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો પડ્યો

આજે ગૃહમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો પડ્યો હતો. ગુજરાત ફર્સ્ટે થોડા સમય પહેલાં જ સરકારની નલ સે જલ યોજનામાં થઇ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. આ મામલે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહમાં નિવેદન આપતાં કહ્યું કે નલ સે જલ યોજના એ નલસે છલ યોજના હોય તેવું લાગે છે. નલ સે જલ યોજનાના કામોમાં અનેક ફરિયાદો આવી છે અને નલ સે જલ યોજનામાં અનેક જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે. તેમણે આ મામલે સરકાર એસઆઈટીની રચના કરી તપાસ કરાવે તેવી માગ કરી હતી.

સંડોવાયેલા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા

જો કે આ મામલે જવાબ આપતા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કે જલ સે જલ યોજનામાં કામ થઈ રહ્યું છે અને ફરિયાદ જ્યાં આવી છે ત્યાં કાર્યવાહી થઈ છે છે તથા સંડોવાયેલા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે.

વીજળીમાં 2000 કરોડની બચત થઈ હોવાનો દાવો

બીજી તરફ ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં રૂફટોપ યોજના અંતર્ગત ગુજરાતમાં બચત થઇ છે.
વીજળીમાં 2000 કરોડની બચત થઈ હોવાનો દાવો ઉર્જા મંત્રીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં કુલ 5 લાખ ઘરો પર રૂફટોપ યોજનાનો લાભ લીધો છે જે દેશની સરખામણીમાં 82 ટકા ગુજરાતનો હિસ્સો છે. રૂફટોપ યોજના અંતર્ગત ઘર માલિકોને 200 કરોડથી વધારે આવક થઇ હોવાનો પણ મંત્રીએ દાવો કર્યો હતો.

કિરીટ પટેલે સરકારને કહ્યું ગીતાની વાત કરતી સરકાર જે બોલે તે કરવું જોઈએ

ઉપરાંત જૂની પેન્શન યોજનાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉભો થયો હતો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દો ઉભો કર્યો હતો. બજેટની માંગણી પર કિરીટ પટેલે સરકારને ભૂતકાળ યાદ અપાવ્યો કે 5 મંત્રીઓની કમિટી દ્વારા જૂની પેન્શન યોજના આપવાની ખાતરી અપાઇ હતી. 2005 પહેલા નિમણૂંક થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાની ખાતરી પણ આપી હતી. પરંતુ યોજનાનો આજ દીન સુધી અમલ થયો નથી. કિરીટ પટેલે સરકારને કહ્યું ગીતાની વાત કરતી સરકાર જે બોલે તે કરવું જોઈએ

નાગરીક પુરવઠા નિગમમાં કરાર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી

નાગરીક પુરવઠા નિગમમાં કરાર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી થઇ હોવાની બાબત પણ ગૃહમાં જણાવાઇ હતી. 2022માં 601, 2023માં 567 લોકોને આઉટસોર્સિંગથી લેવામાં આવ્યા હતા. જો કે નિગમમાં કુલ મંજુર મહેકમ 1431 પૈકી 2022માં 459 કર્મચારી જ હોવાનો ઉલ્લેખ હતો. 2023માં સંખ્યા ઘટીને 376 લોકો જ કાર્યરત હોવાનો સરકારે જવાબ આપ્યો હતો. નિગમની 398 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ હોવાનો લેખિત જવાબ સરકારે આપ્યો હતો. કોંગ્રેસના અમિત ચાવડાના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો હતો.

કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારને 1,672 કરોડ રૂપિયાની રકમ લેવાની બાકી

રાજ્યને GST કાયદા હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી મળવા પાત્ર રકમ બાકી હોવાનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરના સવાલ પર સરકારે જવાબ આપ્યો કે કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારને 1,672 કરોડ રૂપિયાની રકમ લેવાની બાકી છે.

દર વર્ષે ૫૦ હજાર કરોડનું દેવુ વધે છે

દરમિયાન, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે કહ્યું કે આજે સરકાર દ્વારા બજેટ પરની ચર્ચા હતી જેમાં સરકારના બજેટથી વધુ દેવાવાળુ બજેટ નાણામંત્રીએ રજૂ કર્યુ છે. દર વર્ષે ૫૦ હજાર કરોડનું દેવુ વધે છે પણ સરકારે કહ્યું કે વધારાના કોઈ વેરા નાખ્યા નથી
જો કે ૨૦૨૦-૨૧માં ૭૦૩૦૦ કરોડ આવક હતી જે ૪ વર્ષમાં ૧ લાખ ૪૯ હજાર કરોડથી વધુ થઈ અને ચાલુ વર્ષે ૧.૩૪ લાખ કરોડની અને આવતા વર્ષના અંદાજ મુજબ કરવેરાની આવક ૧.૪૯ લાખ કરોડ થવાની છે. તેમણે પ્રશ્નો કર્યા કે આ આવક ક્યા કરવેરામાંથી આવવાની છે
તથા નવી શિક્ષણનીતિ મુજબ શિક્ષણ માટે રકમ ખર્ચ નથી થતી . તેમણે કહ્યું કે અગાઉ શિક્ષકોએ ૧૬/૯/૨૦૨૩ ના જૂની પેન્શન માટે આંદોલન કર્યુ હતુ અને સરકારે એક કમિટીનું ગઠન કરી પેન્શન આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના ૫ મંત્રીઓએ જાહેરાત કરી હતી
આ જાહેરાત અનુસંધાને બજેટમાં કોઈ જોગવાઈ કરાઈ નથી . જાહેરાત બાદ બજેટમાં જોગવાઈ ન કરવી એ વિશ્વાસઘાત સમાન છે તેમ તેમણે કહ્યું હતું.

સૂર્યોદય યોજનામાં તાપી અને નવસારીમાં દિવસે વીજળી આપવાની વ્યવસ્થાનો અભાવ

2022માં 601, 2023માં 567 લોકોને આઉટસોર્સિંગથી લેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટથી ભરતી કરવા અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ લેખિત સ્પષ્ટતા કરી હતી. લાભાર્થીઓને વિનામુલ્યે અનાજ વિતરણ કરવા કોન્ટ્રાક્ટથી ભરતી કરાઇ હતી. ઉપરાંત સૂર્યોદય યોજનામાં
તાપી અને નવસારીમાં દિવસે વીજળી આપવાની વ્યવસ્થાનો અભાવ હોવાનું બહાર આવ્યું છે. MLA અનંત પટેલના સવાલમાં ઉર્જામંત્રીના લેખિત જવાબમાં આ હકીકત સામે આવી હતી. નવસારીના કુલ 34 સબ સ્ટેશન પૈકી 12 સબ સ્ટેશનમાં દિવસે વીજળીની વ્યવસ્થા છે.
નવસારીના 22 સબ સ્ટેશન સાથે જોડાયેલા ફિડરોમાં દિવસે ખેડૂતોને વીજળી અપાતી નથી અને તાપીના કુલ 50 સબ સ્ટેશન પૈકી માત્ર 9 સબ સ્ટેશનમાં જ દિવસે વીજળીની વ્યવસ્થા છે. તાપીના 41 સબ સ્ટેશન સાથે જોડાયેલા ફિડરોમાં દિવસે ખેડૂતોને વીજળી નથી અપાતી તે ખુલાસો પણ થયો હતો.

આ પણ વાંચો–-SURAT : મનપા માં ‘ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે’!, જુઓ VIRAL VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ