+

Gujarat First Conclave 2024 : ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્કેવેલ, જુઓ Live

Gujarat First Conclave 2024 : લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.…

Gujarat First Conclave 2024 : લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. જેમાં આકરા અને તીખા સવાલો પણ કરવામાં આવશે.

Live

Gujarat First Conclave 2024: કડવા પાટીદાર આપશે Dhanani ને મત ? જાણો Lalit Kagathara એ શું કહ્યું

April 25, 2024 1:09 pm

Gujarat First Conclave 2024: Paresh Dhanani ઇતિહાસનું કરશે પુનરાવર્તન? પરેશ ધાનાણીનો મોટો ખુલાસો

April 25, 2024 12:08 pm

પરેશકુમાર ધાનાણીએ કોંગ્રેસ સાથે જોડાયેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના વર્તમાન નેતા છે. તેઓ 2012 થી અમરેલીના ધારાસભ્ય છે. અગાઉ તેમણે 2002થી 2007 દરમિયાન પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આજે તેમણે ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં આવીને ઘણા મોટા ખુલાસાઓ કર્યા છે. શું છે તે ખુલાસ આવો જાણીએ.. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા પરેશ ધાનાણીએ સૌથી પહેલા શાયરીથી શરૂઆત કરી અને કહ્યું કે, સૌથી લાંબી રેસ તેનું નામ પરેશ અને રાજકોટથી શરૂ કરેલી આ રેસ વાયા ગાંધીનગરથી દિલ્હી સુધી દોડતી જવાની છે. સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતને લઇને અને નિલેશ કુંભાણી વિશે હાલમાં ગદ્દાર શબ્દનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તે અંગે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જે લોકો લોકશાહીના યજ્ઞમાં આહુતી આપવાની જગ્યાએ પીઠ દેખાડે તેવા જ લોકો આ દેશના ગદ્દાર છે. કોંગ્રેસે ક્યારે પણ નથી વિચાર્યું કે, ભાજપ વિહિન ભારત હોય. લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ વૈચારિક વિવિધતાએ જ આ દેશની લોકશાહીને સિંચી ફૂલી ફાલીને વિશ્વમાં મહાસત્તા બનાવવા તરફ દેશને આગળ વધાર્યો હતો પણ કમનસીબે બંધારણથી ડરનારા લોકો તેનો વિરોધ કરનારા લોકો જ બંધારણ ઉપર વારંવાર વાર કરી રહ્યા છે.

Gujarat First Conclave 2024: પરશોત્તમ રૂપાલા બાબતે મોહન કુંડારિયાએ કરી મોટી વાત

April 25, 2024 11:24 am

રાજકોટની લોકસભા બેઠકથી સાંસદ મોહન કુંડારિયાએ ભાજપના રાજકોટના લોકસભાના વર્ષ 2024 માટેની ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિશે વાત કરતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા એવા પરસોતમ રૂપાલાને જ્યારે રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણીના મેદાને ઉતારવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે, કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધુ ઉત્પન્ન થતો હોય છે. પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટમાં પ્રવેશ્યા ત્યારે તેમનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું વર્ષોથી જોતો આવું છું કે રાજકોટ શહેરનો મૂડ જ અલગ છે. રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે. દેશને કઈ દિશા તરફ લઈ જવો તેને ધ્યાનમાં લઈને હંમેશા રાજકોટની જનતા ચાલી છે.

Parshottam Rupala ને જીતાડવા રાજકોટ સંગઠનમાં છે વિખવાદ? જાણો રાજકોટ શહેર પ્રમુખે શું કહ્યું

April 25, 2024 11:09 am

Gujarat First Conclave 2024: Parshottam Rupalaને લઇ Ram Mokariyaનો મોટો ખુલાસો

April 25, 2024 11:05 am

રાજકોટ ચૂંટણીમાં લેઉવા પાટીદારના મત રૂપાલાને મળશે? જાણો શું કહ્યું Dhansukh Bhanderi એ

April 25, 2024 10:19 am

આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ કેવી છે તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે ભાજપમાં બુથ થી લઇ નેશનલ લેવલ સુધીનું ખાસ આયોજન કરાયેલું હોય છે અને રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડી બુથ પ્રમુખ સુધીનું માળખું ગોઠવાયેલું છે. અમે પેજ સમિતીના માધ્યમથી ભાજપનો મેસેજ લોકો સુધી પહોંચાડીએ છીએ. સરકારના કામો પહોંચાડીએ છીએ. તેમણે કહ્યું કે પીએમ વિકાસની રાજનીતી લોકો સમક્ષ લઇ ગયા છે. વિકાસના નામે ચૂંટણી જીતી શકાય છે તે સાર્થક અમે બધી ચૂંટણીમાં કર્યું છે. 10 વર્ષમાં ઉત્તરોત્તર અમારી સીટો વધી છે. તેમણે કહ્યું કે વિધાનસભામાં 156 બેઠક જીતી અને ખાલી જીતીને નહી પણ લોકોનું મન જીતીને જીતી છે. અમારા તમામ સ્તરે જીતવાના પ્રયાસ છે. પ્રજા એટલે જ ભાજપ અને મોદી સાહેબ સાથે છે. આ સિવાય જ્યારે રાજકોટ ચૂંટણીમાં લેઉવા પાટીદારના મત રૂપાલાને મળશે તે અંગે પણ ધનસુખ ભંડેરીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

મને જેટલો આનંદ વરરાજા બનવામાં હોય એનાથી વધારે આનંદ અણવર બનવામાં છે :- ધનસુખ ભંડેરી ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે, દેશમાં વિકાસની રાજનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવ્યા છે. તેમણે તે પણ દાવો કર્યો કે ભાજપે જનતાનું દિલ જીત્યું છે.

Gujarat First Conclave 2024: સુરતમાં ક્યાં પડ્યો લોચો ? કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનો મોટો ખુલાસો

April 25, 2024 10:17 am

શું કોંગ્રેસને #RamMandir વિશે બોલવાનો અધિકાર છે ? ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં હેમાંગ રાવલનું નિવેદન રામમંદિરને લઈને હેમાંગ રાવલની પ્રતિક્રિયા “રામ મંદિર રાજકીય સ્ટંટ હતો, એટલે અમે નહોતા ગયા” રાજકોટમાં શિક્ષણની સ્થિતિ અંગે નિદિત બારોટના આકરા પ્રહાર ઉમેદવારો બદલવા બાબતે હેમાંગ રાવલના ગુજરાત ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર

ભાજપ સમય સાથે અપડેટ થતી પાર્ટી છે : ભરત બોધરા

April 25, 2024 10:16 am

રૂપાલા બાબતે મને જે લોકો વિલન ગણાવે છે તેઓ રાજકારણ રમી રહ્યા છે. મને કોઈ સવાલ કરે તો મારે જવાબ આપવો પડતો હોય છે. રાજકોટના ઇતિહાસમાં ક્યારેય કોઈ સાંસદને આટલી લીડ નહીં મળી હોય તે તમામ રેકોર્ડ આદરણિય પરશોત્તમભાઈના નામે થવાના છે. ભૂતકાળમાં કોઈ લીડ નહીં આવી હોય તેવી લીડ રૂપાલા સાહેબને મળશે.

ભાજપમાં કોઈ ઓપરેશન નથી, વિચારધારા સાથે જોડાયા : ભરત બોધરા

April 25, 2024 10:14 am

ભારત બોઘરાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઓપરેશન થતા હોતા નથી. ભરતભાઈએ કહ્યું કે, ભારતી જનતા પાર્ટી સમય સંજોગ પ્રમાણે અપડેટ થતી પાર્ટી છે. મારે વ્યક્તિગત મત છે કે, કોઇના આવથી કે જાવાથી કાર્યકર્તાને વધારે ફરક પડતો નથી. ભારતીય જનતા પાર્ટીમાં અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા તેમાં અમારા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે, જે કામગીરીનો એક ભાગ હોય છે. બધા સાથે મળીને કામ કરે છે. ક્યાર કોઈ અણબનાવ કે ખટરાવ છે નહીં.

શું ભાજપે કોંગ્રેસના નેતાઓને રૂપિયાથી ખરીદી લીધા છે કે ધાક ધમકીથી ભાજપમાં જોડી દીધા છે ? જાણો @drbharatboghara નો જવાબ

April 25, 2024 10:13 am

વિરોધ પક્ષના નેતાઓએ એમના પક્ષનું મનોમંથન કરવાની જરૂર છે : ડો. ભરત બોઘરા

April 25, 2024 10:10 am

ભરતભાઈએ કહ્યું કે, કઈ પાર્ટીમાં આતંકરી વિખવાદો નથી થતા. કોંગ્રેસ તો કોઈ વધ્યા નથી આલિયો માલિયો અને જમાલીઓ છે તો પણ રોજ ઝઘડાઓ થાય છે. ભાજપમાં 1 કરોડને 10 લોકોની પાર્ટી છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણયને ક્યારેય અવગણવામાં આવ્યો નથી. અન્ય પાર્રીમાં તો કોઈ છે પણ નહીં છતા પણ ઝઘડાઓ થાય છે. તે કક્ષાએ તો ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટ ઘણું સારૂ છે.

ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ભરત બોધરાનું નિવેદન પહેલા રાજકોટમાં મહેમાન આવે તો પણ પાણી નહોતું:ભરત બોઘરા આજે રાજકોટમાં 24 કલાક પાણી મળી રહ્યુ છે:ભરત બોઘરા

રાજકોટના આંગણે આટલો સરસ કોન્કલેવ કરી રાજકોટના વિઝનને ગુજરાત સમક્ષ મુકવા બદલ GujaratFirst નો ખુબ ખુબ આભાર : ડો. ભરત બોઘરા

April 25, 2024 10:08 am

ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન પાર પાડ્યા ? અને શું આગામી સમયમાં ઓપરેશન પાર પાડવાની યોજના ખરી?

April 25, 2024 10:06 am

ભરત બોઘરાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઇ ઓપરેશન થતા નથી. છેલ્લા 10 વર્ષમાં PM મોદી જે રીતે રાજનીતિમાં એક પરિવર્તન લાવ્યા, દેશની જનતાને કોઇ પાર્ટીના નેતા પર વિશ્વાસ બેઠો હોય તેવું  વાતાવરણ તે સમગ્ર દેશમાં સર્જાયું. તેમણે આગળ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઓપરેશન થતા હોતા નથી. નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના કાર્યકાળમાં લોકોને કોઈ નેતા પર આટલો ભરોષો જાગ્યો છે. ભરત બોઘરાએ કહ્યું કે, છેલ્લા 6 મહિનામાં 60 હજાર જેટલા લોકોએ બીજેપીમાં જોડાઈ કેસરિયા ધારણ કર્યા છે. જેમાં આમ આદમી પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રથમ હરોળના દિગ્ગજ નેતાઓ દિશા હીન પાર્ટીના નેતૃત્વને છોડીને બીજેપીમાં જોડાયા છે. આ લોકોએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવાનું મન બનાવ્યું છે.

ગુજરાતમાં ઓપરેશન લોટસના કેપ્ટન તરીકે ભરત બોઘરા જાણીતા બન્યા

April 25, 2024 9:59 am

રાજકોટ ખાતે આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા Biggest Conclave નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા જાણીતી અને લોકપ્રિય રાજકીય હસ્તીઓ ગુજરાત ફર્સ્ટના તીખા સવાલોના જવાબ આપશે. આ કાર્યક્રમના સૌથી પહેલા મહેમાન ભરતભાઈ બોઘરા છે કે જેઓ ભાજપના નેતા છે. તેઓ 12મી વિધાનસભા માટે ગુજરાતના જસદણ મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય હતા. તેઓ ભાજપ ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ છે. આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર અને વર્ષ 2009 માં જસદણ બેઠક પરથી કેસરીયો જે ચહેરાને લીધે લહેરાયો હાલમાં અમે તેમની વાત કરીશું. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલથી લઇને વડાપ્રધાન મોદીની ગુડ બુકમાં તેઓ સામેલ છે. તેમના અભ્યાસની જો વાત કરવામાં આવે તો તેઓ BA, MS ની ડિગ્રી ધરાવે છે. હોસ્પિટલની પ્રક્ટિસ છોડી અને વેપાર ક્ષેત્રે તેઓ આગળ વધ્યા છે. જોકે, બીજી તરફ રાજકીય ઓપરેશન તેઓ ચતુરાઈથી પાર પાડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઓપરેશન લોટસના કેપ્ટનથી તેઓ જાણીતા બન્યા છે. વર્ષ 2018 માં તેઓ સરદાર પટેલ જળસંચય નિગમના તેઓ ચેરમેન રહી ચુક્યા છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ તેઓ સંગઠનની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. ત્યારે ચાલો હવે તેમના પણ મતમતાંતર જાણીએ કે તેઓ રાજકોટનું રાજકારણ કઇ દિશામાં જુએ છે.

Whatsapp share
facebook twitter