+

GUJARAT FIRST CONCLAVE 2024: રૂપાલાની જીતને લઈ જાણો શું છે ઉદય કાનગડનું ગણિત

GUJARAT FIRST CONCLAVE 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવતા ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણામાં ભારે…

GUJARAT FIRST CONCLAVE 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવતા ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે  ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં ભાજપના રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ સાથે ખાસ વાત ચીત કરવામાં આવી હતી, ચાલો જાણીએ તેમણે શું કહ્યું..

રાજકોટ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર તો થઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નીતિ, નિયમ કે નેતા નથી તે અંગે શું કહેશો

જવાબ : ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું સૌથી મોટું કોઈ તફાવત હોય તો તે છે નેતૃત્વ. ભારતીય જનતા પાર્ટી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પોતાની કામગીરી કરે છે જ્યારે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કામગીરી કરે છે. રાજકોટની જનતા હોય, ગુજરાતની જનતા હોય કે પછી દેશની જનતા હોય દરેક જાણે છે કે બંનેના નેતૃત્વ વચ્ચે કેટલો ફરક છે. ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે, નીતિ છે, નિયતિ છે અને સંગઠનની શક્તિ છે.

રાજકોટ લોકસભા બેઠક ઉપર બંને પક્ષના ઉમેદવારો આયાતી ઉમેદવાર છે તેના અંગે તમે શું કહેશો

જવાબ : એ તો પ્રશ્ન જ હવે ગૌણ થઈ ગયો છે. એટલા માટે કેમ કે, કોંગ્રેસ પણ આ મુદ્દો ઉઠાવી શકે તેવી પરિસ્થિતિમા તે નથી. ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરતું હોય છે તે 26 લોકસભા બેઠક ઉપર જીતના સમીકરણને ધ્યાનમાં રાખીને નિર્ણય કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટી એ પુરુષોત્તમ રૂપાલાને પસંદ કરીને રાજકોટને એક સક્ષમ નેતૃત્વ આપ્યું છે.

જૂનાગઢ બેઠકના તમે પ્રભારી છો તો જૂનાગઢમાં ચૂંટણીની શું પરિસ્થિતિ છે અને જીતનો કેટલો વિશ્વાસ?  જુનાગઢની બેઠક ઉપર કોંગ્રેસે આહીર સમાજના પ્રતિનિધિ ઉતાર્યા છે ત્યારે સામે ભાજપ તરફથી રાજેશ ચુડાસમા છે…

ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ દિવસ જાતિવાદની રાજનીતિમાં માનતી નથી. માનનીય વડાપ્રધાન મોદી 2014 થી પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમણે સંસદને વંદન કરીને કીધું હતું કે, અમારી સરકાર ગરીબોની સરકાર છે. તેમને જેટલી યોજના બનાવી તે જનતા માટે હોય છે અને કોઈ વ્યક્તિગત સમુદાય કે લોકો માટે હોતી નથી. આજે 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળે છે તે સમય દરમિયાન કોઈની પણ જ્ઞાતિ જોવામાં આવતી નથી. અમે દેશને અને લોક વિકાસના લગતા મુદ્દા લઈને ચૂંટણીના મેદાનમાં ઉતરીશું. મોદી સરકારના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે.

ગુજરાતની જનતાએ હમેશા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ બે વખત ગુજરાતમાં 26 માંથી 26 બેઠક ઉપર વિજય મેળવી છે. અને ત્રીજી વખત અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પેજ સમિતિ સુધી જે રીતની રચના કરી છે કે જેના ઉપર અમને જીતનો વિશ્વાસ છે.

ક્ષત્રિય સમાજ અને રૂપાલાના વિવાદ અંગે શું કહ્યું ઉદય કાનગડે

રૂપાલાનો કોઈપણ ઈરાદો ખોટો ન હતો તેમ છતાં તેમણે બે ત્રણ વખત માફી માંગી હતી, અમારા પ્રદેશ અધ્યક્ષએ પણ માફી માગી છે અને અમે એવું માનીએ છીએ કે, અમે કોઈ સમાજને દૂર રાખીને ચાલવા વાળા નથી. ક્ષત્રિય સમાજે દેશ માટે બલિદાન આપેલા છે, ત્યાગ કરેલા છે. હું વિનમ્ર પણે પ્રાર્થના કરું છું કે, આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે આ રાષ્ટ્રીય યજ્ઞમાં પોતાની જાત ઘસી કામ કરતા હોય છે, ત્યારે આ દેશના વિકાસ માટે અમને ક્ષત્રિય સમાજની પણ જરૂર છે એટલા માટે તેમનો સહકાર મળે તેવી મારી વિનંતી છે.

ઓપરેશન લોટસ ની અસર ભાજપમાં કેવી થાય છે?

ભારતીય જનતા પાર્ટી સંકુચિત વિચાર ધરાવતી પાર્ટી નથી. આખા વિશ્વમાં સૌથી મોટી રાજનૈતિક પાર્ટી કઈ હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. અમે એમના કાર્યકર્તા છીએ એનો અમને ગર્વ છે. વાત રહી કે જે બીજી પાર્ટીમાંથી જે નેતાઓ કે આગેવાનો ભાજપમાં આવે છે અને અમારી વિચારધારા સાથે જે જોડાય છે, તેમનું પણ સ્વાગત અમે કરીએ છીએ. અમે બધા જ નિર્ણય સમજી વિચારીને લેતા હોઈએ છીએ.

રામ મંદિર અને સનાતન ધર્મ વિશે..

વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસને કહેવા માગું છું કે સનાતન સંસ્કૃતિ અને ભગવાને રામ સાથે તમને વાંધો શું છે ? રામ મંદિરનો વિવાદ જ્યારે કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. તેમણે એફિડેવીટી કરીને કહ્યું હતું કે રામ કાલ્પનિક પાત્ર છે. આ વાતથી દેશની જનતાની કેવું આગ લાગ્યો છે તેની તેમને જાણ નથી. રામ મંદિરનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીનું એજન્ડા નહીં પરંતુ સંસ્કૃતિની બચાવવા માટેનું પગલું હતું.

આ પણ વાંચો : Gujarat First Conclave 2024 : સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે હાલના વાયરા વિશે શું કહ્યું…

Whatsapp share
facebook twitter