+

Gujarat First Conclave 2024: ચૂંટણીમાં અને રાજનીતિમાં પૈસાથી સત્તા સુધી જઈ શકાય નહી! ભરત બોઘરા સાથે ખાસ વાતચીત, જુઓ Video

Gujarat First Conclave 2024: ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે…

Gujarat First Conclave 2024: ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. જેમાં ગુજરાતના રાજકીય દિગ્ગજો સાથે સૌથી નિખાલસ સંવાદ કરવામાં આવ્યો છે.

Conclave પહેલા મહેમાન તરીકે ભરતભાઈ બોઘરા છે. ભરતભાઈ બોઘરાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. તમને જણાવી દઈએ કે જસદણ બેઠક પરથી સૌ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને વિજેતા બનાવી હતી. તેની સાથે ચર્ચા કરતા ગુજરાત ફર્સ્ટે અનેક સવાલ કર્યો હતા. જેમાં રાજકોટના વિકાસથીને રાજકોટની જનતા સાથે બીજેપીને સંબંધ અને લોકસભાની ચૂંટણીનીને લઈને રાજકોટમાં કેવા સમીકરણો કામ કરશે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભરતભાઈને ઓપરેશન લોટસ કમિટીના કેપ્ટન કહેવામાં આવે છે.

અત્યાર સુધી કેટલા ઓપરેશન પાર પાડ્યા છેઃ ગુજરાત ફર્સ્ટ

ભારત બોઘરાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઓપરેશન થતા હોતા નથી. નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના કાર્યકાળમાં લોકોને કોઈ નેતા પર આટલો ભરોષો જાગ્યો છે. ભરત બોઘરાએ કહ્યું કે, છેલ્લા 6 મહિનામાં 60 હજાર જેટલા લોકોએ બીજેપીમાં જોડાઈ કેસરિયા ધારણ કર્યા છે. જેમાં આમ આદમી પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રથમ હરોળના દિગ્ગજ નેતાઓ દિશા હીન પાર્ટીના નેતૃત્વને છોડીને બીજેપીમાં જોડાયા છે. આ લોકોએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવાનું મન બનાવ્યું છે.

શું આનાથી કાર્યકર્તાઓના મનોભળ પર અસર પડશે? ગુજરાત ફર્સ્ટ

ભરતભાઈએ કહ્યું કે, ભારતી જનતા પાર્ટી સમય સંજોગ પ્રમાણે અપડેટ થતી પાર્ટી છે. મારે વ્યક્તિગત મત છે કે, કોઇના આવથી કે જાવાથી કાર્યકર્તાને વધારે ફરક પડતો નથી. ભારતીય જનતા પાર્ટીમાં અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા તેમાં અમારા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે, જે કામગીરીનો એક ભાગ હોય છે. બધા સાથે મળીને કામ કરે છે. ક્યાર કોઈ અણબનાવ કે ખટરાવ છે નહીં.

તો આંતરીક વિખવાદના પ્રશ્નો કેમ આવે છે? ગુજરાત ફર્સ્ટ

ભરતભાઈએ કહ્યું કે, કઈ પાર્ટીમાં આતંકરી વિખવાદો નથી થતા. કોંગ્રેસ તો કોઈ વધ્યા નથી આલિયો માલિયો અને જમાલીઓ છે તો પણ રોજ ઝઘડાઓ થાય છે. ભાજપમાં 1 કરોડને 10 લોકોની પાર્ટી છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણયને ક્યારેય અવગણવામાં આવ્યો નથી. અન્ય પાર્રીમાં તો કોઈ છે પણ નહીં છતા પણ ઝઘડાઓ થાય છે. તે કક્ષાએ તો ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટ ઘણું સારૂ છે.

બીજેપી નેતાઓને ખરીદે છે તેમાં કેટલું સત્ય છે? ગુજરાત ફર્સ્ટ

આ બાબતે જવાબ આપ્ચા કહ્યું કે, અર્જૂન મોઢવાડિયા 40 વર્ષ સુધી ભાજપ સામે લડતા રહ્યા છે. જેમણે કોંગ્રસ માટે વફાદારીથી કામ કર્યું તેમને કોણ ખરીદી શકે? મારી વિરોદ પક્ષના નેતાઓને વિનંતી છે કે, તેમને પાર્ટી સાથે મનોમંથન કરવાની જરૂરી છે, કે શું કામ આ બધા જઈ રહ્યા છે? રાજનીતિ ખરીદીથી થતી હોય તો આ દેશમાં ટાટા, અદાણી અને અંબાણીનું જ રાજ ચાલતું હોય. કોઈ સામાન્ય નેતા ક્યારેય ચૂંટાય નહીં. ચૂંટણીમાં અને રાજનીતિમાં પૈસાથી સત્તા સુધી જઈ શકાતું નથી.

રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મુદ્દા શું છે? ગુજરાત ફર્સ્ટ

ભૂતકાળમાં રાજકોટમાં ટ્રેનથી પાણી પહોચાડવામાં આવતું હતું અહીં દુષ્કાળ જેવી સ્થિતિ હતી. રાજકોટમાં પહેલા લોકો મહેમાનગતિ એ આવતા ત્યારે લોકો પહેલા પાણી વિશે પૂછતા હતા. પરંતુ અત્યારે નરેન્દ્ર મોદીના આવ્યા પછી પાણીની તમામ સમસ્યાઓ ઉકેલાઇ ગઈ છે. અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપીએ છીએ. રાજકોટમાં અત્યારે ઉનાળામાં પણ પાક લેવાઈ રહ્યો છે. રાજકોટમાં અત્યારે 25 હજાર જેટલી ફેક્ટરીઓ આવેલી છે. પહેલા કોંગ્રેસના રાજમાં રાજકોટનો જરાય વિકાસ નહોતો થયો, જ્યારે બીજેપીના આવ્યા પછી રાજકોટનો ઔદ્યોગિત વિકાસ પણ ખુબ થયો છે. નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાના વિઝન સાથે રાજકોટમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે.

5 લાખની લીડ સાથે જીતવા માટે બીજેપીની શું રણનીતિ રહેશે?

વડાપ્રધાને કરેલા 10 વર્ષના કરેલા વિકાસના કામો, પ્રજાને આપેલી યોજનાઓના લાભો, અમિતભાઈ શાહનું માર્ગદર્શન, ગુજરાતની સરકારે કરેલા કામો અને અમારા સંગઠનના કાર્યકર્તાઓએ કરેલી વ્યવસ્થાના આધારે મત માંગીએ છે. આજ કાર્યાના આધારે ભારતીય જનતા પાર્ટી ભારે બહુમત સાથે વિજેતા થવાની છે.

પરશોત્તમ રુપાલા વિરોધ શાંત થઈ ગયો કે હજુ ચાલી રહ્યો છે?

રાજકોટમાં 21, 12, 273 મતદારો છે જેમાંથી 12 લાખ રાજકોટ વિધાનસભાના છે. જે લોકો ભાજપને મત આપવા તૈયાર છે. મોદી સાહેબમા કાર્યોને ધ્યાને રાખીને રાજકોટની જનતા અત્યારે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે તૈયાર છે. થોડી ઘણો વિવાદ સર્જાયો છે. પરતું મારા માનવા પ્રમાણે અમે જે પ્રવાસ કર્યો છે, તેના આધારે ગુજરાતની જે 1 થી 5 નંબરની લીડથી જીવ વાળી બેઠક હશે તેમાં રાજકોટનું નામ હશે. રૂપાલા બાબતે મને જે લોકો વિલન ગણાવે છે તેઓ રાજકારણ રમી રહ્યા છે. મને કોઈ સવાલ કરે તો મારે જવાબ આપવો પડતો હોય છે. રાજકોટના ઇતિહાસમાં ક્યારેય કોઈ સાંસદને આટલી લીડ નહીં મળી હોય તે તમામ રેકોર્ડ આદરણિય પરશોત્તમભાઈના નામે થવાના છે. ભૂતકાળમાં કોઈ લીડ નહીં આવી હોય તેવી લીડ રૂપાલા સાહેબને મળશે.

આ મંચ પરથી ક્ષત્રિય સમાજને તમારો શું સંદેશ રહેશે

અમારા રૂપાલા સાહેબે અનેક મંચ પરથી વારંવાર માફી માંગી છે અને ક્ષત્રિય સમાજ તો હંમેશા ક્ષમા વીરસ્ય ભૂષણમ્ અને નાના નાના સમાજને લીડ કરતા સમાજ છે. ક્ષત્રિય સમાજ અવશ્ય રૂપાલા સાહેબને માફ કરશે. મારી બધાને વિનંતી છે તે, નરેન્દ્ર મોદી જે રીતે રાષ્ટ્રવાદની નીતિ સાથે, વિશ્વને મહાસત્તા બનાવાવા માટે પ્રયત્ને કરે છે તેવી રીતે આ ક્ષત્રિય સમાજ પણ અમારો પરિવાર છે. આ પરિવારવાદની ભાવનાથી નરેન્દ્ર મોદીને ત્રીજા વાર વડાપ્રધાન બનાવીએ એવી મારી પણ વિનંતી છે. રાજકોટમાં 2000 બુથમાંથી 1200 બૂથ માટે કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા જ નથી.

શું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જામશે?

2000 બૂથમાંથી 1200 બૂથ માટે કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા જ નથી. જો ટક્કર જશે તો કોંગ્રેસમાં અંદરોઅંદર ટક્કર થશે, ભાજપ સામે તો કોઈ ટક્કર નથી અને હરિફાઈ જેવું પણ કઈ નથી. ભાજપ માટે ચૂંટણી એકદમ વનવે છે. પરશોત્તમ રૂપાલા 40 વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કાર્યકર્તા બનીને કાર્ય કરતા આવ્યા છે. તેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામે ગામે લોકોને મળવા જઈ રહ્યા છે. ભૂતકાળમાં રાજકોટની જનતા નરેન્દ્રભાઈ મોદીને અહીંથી ચૂંટાવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. રાજકોટની જનતા માટે તો ગૌરવની વાત છે કે, આટલા દિગ્ગજ નેતા મળ્યા છે અને તેમની જીત ચોક્કસ થવાની છે.

રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે તમારા મુખ્ય એજન્ડાઓ શું છે?

રાજકોટના વિકાસની વાત કરતા કહ્યું કે, આરોગ્ય માટે કાર્ય કરવામાં આવશે. ઉદ્યોગોના વિકાસ માટે પણ અમારે કામ કરવાનું છે. રાજકોટની દરેક જનતાને પીવાનું પાણી મળી રહ્યું છે હજું જે વિસ્તારો બાકી રહી ગયા તેમાં નર્મદાનું પાણી જોડાય તેવી વ્યવસ્થા કરાશે. રાજકોટના યુવાનો ઉદ્યોગ-ધંધામાં આગળ વધે તે માટે તાલિમ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા કરવામાં આવશે. રાજકોટમાં કોઈ ગરીબી રેખા નીચે જીવતું હોય તો તેમને ગરીબીથી બહાર લાવવા માટે કાર્ય કરવામાં આવશે. રાજકોટમાં યુવાના, મહિલાઓ, ખેડૂતો અને લોકો માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરશે. નરેન્દ્ર ભાઈને નેતૃત્વમાં રાજકોટ એક નવો ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે. જેમાં તમારે બધાને સામેલ થવાનું છે.

રાજકોટમાં આવતા પાંચ વર્ષ માટે સરકારનો શું પ્લાન છે? જનતા

વિકસિત ભારત માટે અનેક કાર્યો કરવામાં આવશે. પરંતુ મુખ્ય વાત કરી કે, 70 વર્ષથી વધારે દરેક વડિલોનો આયુષ્યમાન કાર્ડ સરકાર તરફથી આપવામાં આવશે. તેનો મતલબ કે, આ રાજ્યમાં કે દેશમાં 70 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિને કઈ બીમારી થાય તો મોદી સરકાર તેના પરિવાર તરીકે ચિંતા કરશે. યુવાના માટે ખાસ નવી રોજગારી ઉભી થાય, યુવાનો નવા નવા સંશોધનો કરે તે માટે પણ અમારો પ્રયત્ન કરેશે.

રાજકોટના પ્રદુષણ માટે કરવામાં આવેલા સવાલ પર ભરત ભોઘરાએ કહ્યું કે, અત્યારે અમારા દ્વારા બેટરી પર ચાલતા વાહનો આવે તેવું વિઝન છે. પ્રદુષણ કરતા વાહનો બંધ કરવા અને બેચરી સંચાલિત વાહનો માટે પ્રયત્ન કરવામાં આવશે. સાથે રાજકોટમાં પ્રદુષણ ઓછું થાય અને નહીવત બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે.

જુઓ ભરત બોઘરા સાથે ખાસ વાતચીતનો આ Video

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને નિદિત બારોટે કરી કોંગ્રેસના મનની વાત

આ પણ વાંચો: Biggest Conclave: ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્કેવેલ, જુઓ સતત Live

Whatsapp share
facebook twitter