+

12 કરોડની પડતર શિષ્યવૃતિને મંજૂરી, નવા સત્ર પહેલા શિક્ષકોના બદલી કેમ્પ પુરા થશે : જીતુ વાઘાણી

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગુજરાત સ્થાપના દિવસની ભેટ આપી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જીતુ વાઘાણીએ સંબોધનની શરુઆતમાં કહ્યું કે આ જાહેરાતો ગુજરાત દિવસની ભેટ છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સ્પષ્ટ અર્થઘટનના કારણે પડતર શિષ્યવૃતિની દરખાસ્તો છેલ્લા ઘણા વર્àª
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગુજરાત સ્થાપના દિવસની ભેટ આપી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જીતુ વાઘાણીએ સંબોધનની શરુઆતમાં કહ્યું કે આ જાહેરાતો ગુજરાત દિવસની ભેટ છે. 
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સ્પષ્ટ અર્થઘટનના કારણે પડતર શિષ્યવૃતિની દરખાસ્તો છેલ્લા ઘણા વર્ષોથી પડતર છે. 600 જેટલી અરજીઓ પેન્ડીંગ હતી. તેમાં ઘણી બધી સમસ્યાઓ અને વહીવટી સ્થિતના અર્થઘટનના અભાવે વિદ્યારથીઓ અને તેમના પરિવારોને લાભ મળતો નહોતો. તેનો ત્વરિત નિકાલ કરવા માટે એક સિમિતની રચના કરી હતી. લગભગ 12 કરોડ રુપિયાની શિષ્યવૃતિ અને સહાયની દરખાસ્તો પડતર હતી. હવે તે તમામને લાભ મળશે.
રાજ્યના શિક્ષકો અને તેમના પરિવારો વર્ષોથી રાહ જોતા હતા કે ક્યારે કેઓ પોતાના વતનમાં ટ્રાન્સફર લઇ શકે. જે અંગે રાજ્ય સરકારે થોડા સમય પહેલા નિર્ણય લીધો હતો. હાઇકોર્ટના આદેશ પ્રમાણે વધઘટ કેમ્પ કરતા પહેલા વિકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ વધઘટ કેન્પ, તાલુકા આંતરીક બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે. 
જિલ્લા ફેરબદલીની અરજીઓ કે જે નિયમાનુસાર હશે તેને 20-5-2022 સુધીમાં કરી દેવામાં આવશે. તેમાં શિક્ષકોની ભૌતિક હાજરી આવશ્યકતા પણ રહેશે નહીં.
નવું શૈક્ષણિક સત્ર શરુ થયા પહેલા શિક્ષકોના બદલી કેમ્પ પુરા કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. જેનો અંદાજિત સમયગાળો આ પ્રમાણેનો છે. વિકલપ કેમ્પનો અંદાજિત સમયગાળો આઠ દિવસ, વધઘટ કેમ્પનો અંદાજિત સમયગાળો પંદર દિવસ, આંતરીક બદલીનો અંદાજિત સમયગાળો એક માસ. ત્યારબાદ નવા જે 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે તેમને શાળા પસંદગીની કાર્યવાહી શરુ થશે. જિલ્લા ફેરબદલી અને અરસપરસ બદલી માાટેનો સમયગાળો સાત દિવસ રાખવામાં આવ્યો છે. 
Whatsapp share
facebook twitter