Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

04:53 PM Mar 12, 2024 | PARTH PANDYA

GUJARAT : કોંગ્રેસ (CONGRESS) ના વધુ એક સિનિયર નેતાએ લોકસભા (LOKSABHA-2024) ની ચૂંટણી (GENERAL ELECTION) લડવાની ના પાડતા રાજકીય મોર્ચો ચર્ચાનો વિષય બન્યા છે. ભરતસિંહ સોલંકી (BHARAT SOLANKI) દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર (TWITTER) પર આ અંગે જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતમાંથી પસાર થઇ મહારાષ્ટ્ર પહોંચેલી રાહુલ ગાંધી (RAHUL GANDHI) ની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી નહિ લડવા અંગેની સ્વૈચ્છીક જાહેરાત કરી દેવામાં આવી છે.

તાજેતરમાં સિનિયર નેતા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી

લોકસભા 2024 માં ખાસ કરીને ગુજરાતમાંથી ભાજપ કોને ટીકીટ આપશે તેને લઇને રાઉન્ડ ધ ક્લોક ચર્ચા રહે છે. ભાજપની ટીકીટને લઇને ક્યારે ન જોઇ હોય તે પ્રકારની ઉત્સુકતા જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસની ભારે દશા ચાલી રહી છે. તાજેતરમાં સિનિયર નેતા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ત્યારે આજે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી નહિ લડવા માટેની જાહેરાત ટ્વીટર પર કરવામાં આવી છે. તેમનો નિર્ણય રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

હું આજીવન કોંગ્રેસનો સૈનિક રહીશ

ભરતસિંહ સોલંકી ટ્વીટર પર લખે છે કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટી તરફથી ઘણુ મળ્યું છે. જમ્મુ અને કાશ્મીર માં AICC ઇન્ચાર્જ અને ગુજરાતમાં પાર્ટીના અસરકારક પ્રચારની જવાબદારીને ધ્યાને રાખીને હાઇ કમાન્ડને મારા ચૂંટણી નહિ લડવા અંગેના નિર્ણયની જાણ કરું છું. હું આજીવન કોંગ્રેસનો સૈનિક રહીશ. અને કેન્દ્રિય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા સુચનોનું અમલ કરીશ.

શું તેઓ પણ અન્યની જેમ ભાજપમાં જોડાવવાના આડકતરા સંકેત આપી રહ્યા છે !

તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ગમે ત્યારે બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. તેવા સમયે ભરતસિંહ સોલંકી દ્વારા આ પ્રકારે ચૂંટણી લડવાની ના પાડવામાં આવતા અનેક તર્ક-વિતર્કો પણ સર્જાયા છે. શું તેઓ પણ અન્યની જેમ ભાજપમાં જોડાવવાના આડકતરા સંકેત આપી રહ્યા છે, કે પછી તેઓ પાર્ટીના શિર્ષસ્થ નેતૃત્વથી નારાજ છે, આ પ્રકારના અનેક પ્રશ્નોએ લોકોની ચર્ચામાં સ્થાન લીધું છે. આ જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ભરતસિંહ સોલંકીને ટીકીટ સિવાય ચૂંટણીમાં કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.

આ પણ વાંચો —VADODARA : PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ખુરશીઓ વધારવી પડી