Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત કોંગ્રેસના નેતાએ હવે ભાજપનો કેસરિયો ધારણ કર્યો, જાણો કેમ હાર્દિક પટેલ ગેરહાજર

07:15 PM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાતમાંઆવનાર ચૂંટણીને લઇને પક્ષપલટો વધી રહ્યો છે. એક તરફ રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી  હાલત છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાધેલાએ 4 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. 18 વર્ષ સુધી કોંગ્રેસમાં રહીને કામ કરાનાર આ વિદ્યાર્થી નેતાએ કોંગ્રેસની કાર્યપ્રણાલી પર ઘણાં આક્ષેપો કર્યા છે.  



રાજ્યમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વિજય થાય તો પણ 2 મહિના સુધી સરકાર ટકી શકશે નહીં
વિશ્વનાથ સિંહ વાઘેલાએ આજે ભાજપમાં જોડાયા બાદ  કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વિજય થાય તો પણ 2 મહિના સુધી સરકારમાં ટકી શકશે નહીં. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. તેમણે વધુમાં જણાવ્યું કે  રઘુ શર્મા પોતાના  પુત્રને ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બનાવવા માટે તૈયારી કરી રહ્યાં છે. કોંગ્રેસમાં અનેક જૂથવાદ છે. સાથે સભ્ય ફી ઉઘરાવવાની કોંગ્રેસમાં સિસ્ટમ છે. કોંગ્રેસ જૂથવાદને લઈને ચૂંટણીમાં નુકશાન થશે. 

કોંગ્રેસના જયરાજસિંહ અને બાદમાં બે પીઢ નેતાઓ અને હવે યુવા કોંગ્રેસના પ્રમુખ ગયાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી સામે  આવી ઉભી છે ત્યારે કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યાં છે. આ પહેલાં  કોંગ્રેસના જયરાજસિંહ પરમાર અને બાદમાં બે પીઢ નેતાઓ અને હવે યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા (Vishvnathsinh Vaghela) ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ NSUIથી ગુજરાત યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Youth Congress President) સુધી રાજકીય સફળ ખેડનારા વિશ્વનાથસિંહ વાઘેલાએ 4 સપ્ટેમ્બરે રાજીનામુ  આપ્યું હતું. વાઘેલાએ પ્રમુખ પદ સાથે જ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધુ હતું

Koo App

પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ,ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટ અને પ્રદેશ સહ પ્રવક્તા ડૉ.ઋત્વિજ પટેલ ની ઉપસ્થિતિમાં કોંગ્રેસના યુવા અગ્રણી શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા,શ્રી વિનયસિંહ તોમર, શ્રી નિકુલભાઈ મિસ્ત્રી, શ્રી પાર્થભાઈ દેસાઈ અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

Vinod Chavda (@VinodChavdaBJP) 6 Sep 2022


કોંગ્રેસમાં જોડાઈને જવાનીના 18 વર્ષ વેડફી નાખ્યા
વાઘેલાએ 7 પાનાના રાજીનામા પત્રમાં પક્ષના આંતરીક કલહ અને નેતાઓની જોહુકમી તરફ આક્ષેપો કર્યા છે. પત્રમાં વાઘેલાએ જણાવ્યું છે કે, કોંગ્રેસમાં જોડાઈને મેં જવાનીના 18 વર્ષ વેડફી નાખ્યા છે, આજે મારી જાતને મન કર્મ વચનથી કોંગ્રેસ મુક્ત કરું છું, સંઘર્ષ કરીને યોગ્ય જગ્યા પર પહોંચ્યો પણ આંતરિક જૂથવાદને કારણે પક્ષમાં દુશ્મનો પેદા થયા છે. હાર્દિક પટેલના રાજીનામાં બાદ વિશ્વનાથ સિંહ પર સતત પક્ષમાં જૂથવાદના આક્ષેપ થતા હતા. 

ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ ભાજપના થયાં 
તેમના પગલે  ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ  વિશ્વનાથસિંહ વાઘેલાની કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથેની તસવીરો બહાર આવી હતી. વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર પણ આજે કમલમ ખાતે કોંગ્રેસના અનેક પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. 

રઘુ શર્મા પોતાના પુત્ર સિદ્ધાર્થ શર્માને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બનાવવાનું ષડયંત્ર 
વિશ્વનાથ સિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાં એક જૂથવાદ નહીં અનેક જૂથવાદ છે. છેલ્લા 3 મહિનાથી રઘુ શર્મા પોતાના પુત્ર સિદ્ધાર્થ શર્માને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બનાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં NSUIના સભ્ય બનાવવા માટે પૈસાનો ખેલ થતો હતો. 50 રૂપિયા પ્રતિ સભ્ય તરીકે ફી ઉઘરાવવાની કોંગ્રેસમાં સિસ્ટમ ચાલે છે. આજે છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસમાં કામગીરી કરી રહેલાં નેતાએ ચૂંટણી નજીક આવતાં ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. 

યુથ કોંગ્રેસમાં સતત બદલાવ માટેના પ્રયત્ન કર્યા
આ પહેલાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના ભાજપમાં આગમન પછી કોંગ્રેસમાંથી આ પહેલા યુવા નેતાએ વિદાય લીધી છે. વિશ્વનાથસિંહે ભાજપમાં જોડાયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ભાજપ નેતાઓ અને કાર્યકરોની કામગીરીથી પ્રેરાઈને હું આજે ભાજપમાં જોડાયો છું. યુથ કોંગ્રેસમાં સતત બદલાવ માટેના પ્રયત્ન કર્યા છે. જે અહીં વધુ સારી રીતે કરી શકીશ. તેમજ ફરી એક વખત તેમને કોંગ્રેસના આંતરિક જૂથવાદને કારણભૂત ગણાવ્યું છે અને મોટા નેતાઓના બેજવાબદાર રહીને કામ કરી રહ્યાં હોવાનું કારણ આપ્યું છે. 
હાર્દિક પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગતી
જો કે  આજે  એક બાબતની એ પણ ચર્ચા છે કે , યુથ કોંગ્રેસના કદ્દાવર નેતા અને હાર્દિક પટેલના નજીક ગણાતા નેતાએવાં વિશ્વનાથસિંહને  જ્યારે આજે ભાજપમાં આવકાર અપાયો છે ત્યારે તેમને આવકાર આપવા માટે હાર્દિક પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી,  જોકે પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ પ્રશાંત કોરાટ આ સમયે સ્ટેજ પર  હાજર રહ્યા હતા.
રઘુ શર્મા અને જગદીશ ઠાકોર પર પાર્ટીનું સંગઠન ન જાળવી શકવાના આરોપ
આ પહેલાં પોતાના નિવેદનમાં વિશ્વનાથસિંહે કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ બાજી કરવામાં પાછી પાની કરી ન હતી,  તેમાં પણ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ રઘુ શર્મા અને જગદીશ ઠાકોર પર પાર્ટીનું સંગઠન ન જાળવી શકવાના આરોપ લગાવ્યા હતા. હવે જ્યારે ગુજરાતની વિધાનસભઆ ચૂંટણી આડે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હજુ પણ આગામી સમયમાં ઘણાં વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ મેળવે તો નવાઈ નહીં.