Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NATIONAL HEALTH MISSION ના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 % નો વધારો

03:41 PM Mar 16, 2024 | PARTH PANDYA
  • NHM અંતર્ગત કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો હિતલક્ષી નિર્ણય
  • ૧૦૦ જેટલી કેડરમાં કરાર આધારિત સેવારત કર્મીઓના પગાર અને લધુત્તમ વેતનમાં વધારો કરાયો
  • અંદાજિત ૨૬,૦૦૦ જેટલા કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે
  • તા.૧-૦૩-૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે

GANDHINAGAR : મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્રભાઈ પટેલ (BHUPENDRABHAI PATEL) ના નેતૃત્વ અને આરોગ્ય (HEALTH MINISTER) મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે NHM હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓના હિતલક્ષી સંવેદનશીલ નિર્ણય કરયો છે.

નિર્ણયથી સરકારની તિજોરી પરવાર્ષિક રૂ. 217.484 કરોડનો બોજો

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૧ માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં ૨૫% નો વધારો કરાયો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ ૧૦૦ જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે. રાજ્યના અંદાજિત ૨૬,૦૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે. ૧૧ મહિનાનો કરાર પૂર્ણ થતા પુન: નિમણૂક વખતે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે. તા.૧-૦૩-૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે. આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક રૂ. 18.15 કરોડ અને વાર્ષિક રૂ. 217.484 કરોડનો બોજો પડશે.

આ પણ વાંચો – VADODARA : ધારાસભ્યની મહેનત રંગ લાવતા લોકોની સમસ્યા “ભૂતકાળ” બની