Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat CM : હીટવેવથી બચવા સાવચેતીનો અભિગમ રાખવાની CMની સલાહ

08:23 PM May 23, 2024 | Hiren Dave

Gujarat CM : અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને લઈને આગામી કેટલાંક દિવસો સુધી હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તો, રાજ્યની જનતાને હીટવેવથી બચવા માટે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે તો ગરમીથી ચિંતિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM)લોકોને અપીલ કરી છે.

 

રાજ્યમા હિટવેવને લઈ CM ભૂપેન્દ્ર પટેલે  (X) પર પોસ્ટ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમા હિટવેવને લઇ ટ્વિટર (X) પર પોસ્ટ કર્યું છે. સીએમ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં ગુજરાતની જનતાને સંબોધીને કહેવામાં આવ્યું છે કે આપણે બધા હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટવેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે. સીએમ પટેલે વધુમાં લખ્યું આ આકરા તડકામાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે.

  • CMભૂપેન્દ્રભાઇ પટેલનું કાળઝાળ ગરમીને લઇને ટવીટ
  • ‘સાવચેતી એ જ સલામતી’ના અભિગમથી પરિસ્થિતિનો કરવાનો છે સામનો
  • અનિવાર્ય હોય તો જ તડકામાં બહાર નિકળવા મુખ્યમંત્રીનો અનુરોધ

 

 

CM  ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું છે કે ‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ.તો સાથે સાથે સીએમ પટેલે લોકોને વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી લઈને ડી-હાઇડ્રેશનથી બચવા અપીલ કરી છે. લૂ લાગે, સન સ્ટ્રોક લાગે કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરવા પણ સલાહ આપી છે. આ હીટ વેવ, અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખવા પણ અપીલ કરવાં આવી છે.

 

આ પણ  વાંચો – Heatwaves :રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર,અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ

આ પણ  વાંચો Chotaudepur : કવાંટ તાલુકામાં છેવાડાના બસ્કરી ફળિયાના લોકોને પીવાના પાણી માટે ફાંફા

આ પણ  વાંચો – VADODARA : હીટવેવને લઇ લોકજાગૃતિ માટે પબ્લિક એનાઉન્સમેન્ટનો સહારો