Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, ફરી એકવાર બહાર પડી જ્ઞાન સહાયની ભરતી

12:06 PM Jul 25, 2024 | VIMAL PRAJAPATI

Gujarat: ગુજરાત સરકાર દ્વારા અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં શિક્ષણ વિભાગે ફરી એક વખત જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી છે. વિગતે વાત કરવામાં આવે તો અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની 11 માસના કરાર આધારિત ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અનેક વખત રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા છે.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે છે. ત્યારબાદ મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભરતીની જાહેરાત કરતા લખ્યું કે, વિશજ્ઞ વિભાગ અંતર્ગત ગુજરાત (Gujarat) રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અન ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)’ માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ ની જગ્યાઓની ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અત્યારે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.

27 તારીખથી કરી શકાશે ઓનલાઈન અરજી

આ ભરતીની વાત કરવામાં આવે તો, જ્ઞાન સહાયક (માધ્યમિક) માં માસિક ફિક્સ પગાર 24,000/- રૂપિયા છે. જેમાં 40 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે ‘જ્ઞાન સહાયક’ (ઉચ્ચતર માધ્યમિક)ના પગારની વાત કરવામાં આવે તો 26,000/- રૂપિયા માસિક વેતન આપવામાં આવશે. જેમાં ઉમેદવારી નોંધાવા માટે 42 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે 27/07/2024 શનિવારથી શરૂ થઈ જશે. નોંધનીય છે કે, ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક કરવામાં આવે છે.  ફોર્મ ભરવીની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો 05/08/2024 ને સોમવાર છે. આ તારીકે રાત્રે 11 વાગીને 59 મિનિટ સુધી ફોર્મ ભરી શકાશે.

આ પણ વાંચો: Surat: લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ફાયર જવાનો દ્વારા SRP જવાનોને કરાયા રેસ્ક્યુ

આ પણ વાંચો: Pavagadh: હિલ સ્ટેશનને પણ ભુલાવી દે એવો કુદરતી નજારો, વાદળોથી ઢંકાયો ડુંગર

આ પણ વાંચો: Soil Scam: સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડ, કલેકટરે આપ્યા તપાસના આદેશ