+

વડોદરા ખાતે ગુજરાત ATSએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી

સિંધરોટ ગામ નજીક ધમધમતી હતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમોટો પોલીસ કાફલો અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે હજુ પણ ફેક્ટરીમાં ચાલી રહ્યુ છે ATSનું સર્ચઓપરેશનચૂંટણી દરમિયાન ડ્રગ્સ મામલે ATS ને મોટી સફળતા સાંપડી છે. જેમાં ATS એ વડોદરા  નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લેતા સ્થાનીક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.વડોદરા  ગ્રામ્ય પંથકમાં ગુજરાત ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.  આ દરમિયાન સિંà
  • સિંધરોટ ગામ નજીક ધમધમતી હતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી
  • મોટો પોલીસ કાફલો અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે 
  • હજુ પણ ફેક્ટરીમાં ચાલી રહ્યુ છે ATSનું સર્ચઓપરેશન

ચૂંટણી દરમિયાન ડ્રગ્સ મામલે ATS ને મોટી સફળતા સાંપડી છે. જેમાં ATS એ વડોદરા  નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લેતા સ્થાનીક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

વડોદરા  ગ્રામ્ય પંથકમાં ગુજરાત ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.  આ દરમિયાન સિંધરોટ ગામ નજીક ધમધમતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી. જેને લઇને તપાસ કરતા અધિકારીઑ પણ ચોંકી ઉઠયા હતા. મોટો પોલીસ કાફલો અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ફેક્ટરીમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

અગાઉ વડોદરાના સાવલીમાંથી ઝડપાઇ હતી ડ્રગ્સની ફેક્ટરી


મહત્વનું છે કે, આ આગાઉ 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSએ રેડ પાડી હતી. આ રેડમાં રૂ. 1125 કરોડની કિંમતનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હતું. 

ડ્રગ્સનો જથ્થો ફેક્ટરીમાં સંગ્રહ કરીને રાખતા હોવાનો ખુલાસો


આ મામલે ફેક્ટરીના માલિક પિયુષ પટેલની પૂછપરછ કરાઇ હતી. જેમાં MD ડ્રગ્સનો જથ્થો ફેક્ટરીમાં સંગ્રહ કરીને રાખતા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે વધુ એક વખત વડોદરા પંથકમાંથી જ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા સવાલો ઊભા થયા છે.

આ પણ  વાંચો- માત્ર ઉમેદવાર હસમુખ પટેલને જીતાડવા નહિ, ભુપેન્દ્ર પટેલને CM બનાવવા મત આપો: ગૃહમંત્રીશ્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter