+

Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા

Gujarat ATS: અગાઉ પોરબંદર જળસીમા પર 11 માર્ચની રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) બાતમીના આધારે નાર્કોટિક્સ પદાર્થ સાથે 06 લોકો સાથે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી હતી. ત્યારે આ ઓપરેશનમાં…

Gujarat ATS: અગાઉ પોરબંદર જળસીમા પર 11 માર્ચની રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) બાતમીના આધારે નાર્કોટિક્સ પદાર્થ સાથે 06 લોકો સાથે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી હતી. ત્યારે આ ઓપરેશનમાં ગુજરાત ATS એ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATS ની મદદથી છેલ્લા ઘણા સમયથી ભારતીય જળસીમા પર Narcotics ની હેરા-ફેરી કરતા આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

  • પોરબંદર જળસીમા પર કરોડોનો Drugs જથ્થો ઝડપાયો
  • ગુજરાત ATS અને ICG એ Drugs માફિયાઓને પકડી પાડ્યા
  • ગુજરાત ATS સાથે સરકાર હંમેશા સાથે રહેશે

ત્યારે પોરબંદર જળસીમા પરથી Drugsનો કુલ 80 કિલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તેની કિંમત 480 કરોડ હતી. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATS ના સરહાનિય કાર્ય બદલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)દ્વારા ગુજરાત ATS ને અભિનંદન પાઠવી હતી. તે ઉપરાંત ગુજરાત ATS ને રૂ. 10 લાખ રોકડ પુરસ્કાર પણ આપ્યું છે.

ગુજરાત ATS અને ICG દ્વારા નિડરતાથી માત આપવમાં આવે છે

તે ઉપરાંત ગુજરાત ATS ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupenda Patel) દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યના તમામ નાગરિકો વતી હું ગુજરાત ATS નો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જળસીમા પર Drugs માફિયાઓ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવતી હોય અને તેમના આ નાપાક કાર્યોને ગુજરાત ATS અને ICG દ્વારા નિડરતાથી માત આપવમાં આવે છે.

રાજ્ય ગૃહમંત્રીનું નિવેદન

ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) ની ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) વિભાગ દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્ય ગૃહમંત્રી (Home Minister Harsh Sanghvi) એ કહ્યું હતું કે, જોકે Police ને લઈને સામાન્ય લોકોના મનમાં હોય છે કે, એવા સરકારી અધિકારીઓ કે જે સરકારી કાયદાની જાળવણી કરે. પરંતુ ગુજરાત ATS દ્વારા India અને Pakistan બોર્ડર પર જઈને કામ કરે છે. આ ટીમે પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણીનો પણ ત્યાગ કરે છે.

ગુજરાત ATS સાથે સરકાર હંમેશા સાથે રહેશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે બે વર્ષમાં ગુજરાત ATS દ્વારા 65 લોકોને ધરપકડ કરવામાં આવી છે. જે ઇન્ટરનેશનલ લેવલે Drugs સપ્લાય કરવાનું કામ કરતા હતા. ગુજરાત ATS સામે ભવિષ્યમાં અનેક પડકારો આવશે. તમારે તમારું કામ કરવાનું છે અને સરકાર હંમેશા તમારી સાથે છે. જે રાજ્ય પાસે તમારા જેવી ટીમ હોય ત્યાંના નાગરિકોને કોઈ દિવસ ડરવાનું ના હોય.

આ પણ વાંચો: Porbandar Food Officer: પોરબંદર જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાં વધુ એક કૌભાંડ આવ્યું સામે

આ પણ વાંચો: સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છવાયો

આ પણ વાંચો: Kutch Lok Sabha : કચ્છના રાજકીય રણોત્સવમાં કોણ નીકળશે આગળ ?

Whatsapp share
facebook twitter