Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વોટર વર્કસ સમિતિના ચેરમેનને જવાબ આપવામાં ફાંફાં પડ્યા

06:49 PM Jul 08, 2024 | PARTH PANDYA

VADODARA : આજરોજ વડોદરા પાલિકા (VADODARA – VMC) ની વોટર વર્કસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરમેન મહાવીરસિંહ રાજપુરોહિતને મીડિયા પ્રતિનિધિઓ દ્વારા પુછવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં ફાંફાં પડ્યા હતા. કયા વિસ્તારમાંથી દુષિત પાણીના કેટલા સેમ્પલ લેવામાં આવ્યા, અને તેના પરિણામોને લઇને તેઓ નિરૂત્તર હતા. તો બીજી તરફ શહેરમાં પાણીની સમસ્યાને લઇને અવાર-નવાર બુમો ઉઠે છે. ક્યાંક પાણી પુરતુ નથી આવતું, તો ક્યાંક પાણી મિશ્રિત, દુર્ગંધ મારતું આવે છે. પાણીની સમસ્યાને લઇને તાજેતરમાં કોંગી આગેવાનોએ ધરણા પણ કર્યા હતા.

વર્કસ સમિતીના ચેરમેન અજાણ

વડોદરાવાસીઓને પીવાનું પુરતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા છે. પરંતુ વડોદરા પાલિકાનું તંત્ર નાગરિકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નિવડ્યું છે. આ વાતની પ્રતિતિ કરાવતી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. ત્યારે નાગરિકોના પાણીના પ્રાણ પ્રશ્ને વોટર વર્કસ સમિતિના ચેરમેન અજાણ હોય તેવું જાણવા મળી રહ્યું છે. આજે તેમને લોકોની પાણી અંગેની રજુઆતને લઇને પુછવામાં આવતા તેેમની પાસે કોઇ જવાબો ન્હતા. સામે મીડિયાને તેમણે જણાવ્યું કે, તમારી પાસે કોઇ માહિતી હોય તો જણાવજો.

અધિકારીઓને સુચના આપવામાં આવી

વોટર વર્કસ સમિતિના ચેરમેન મહાવીરસિંહ રાજપુરોહિતા જણાવે છે કે, આજરોજ વોર્ડ નં 19 માં દક્ષિણ વિસ્તારમાં મકરપુરામાં હવેલી રેસીડેન્સીથી રત્નમ પામલીફ સુધી નલિકાઓનું કામ હતું. તે વિસ્તારમાં 7 સોસાયટીમાં પાણીનું નેટવર્ક ન્હતું. જેના કારણે તેમને પાણી મળશે. આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. આજે ખાસ સમિટીની બેઠક કામની બાબતે હતું. વડોદરા શહેર સંસ્કારી નગરીમાં વિવિધ ઝોનમાં પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળે તે માટે અધિકારીઓને સુચના આપવામાં આવી છે. વોર્ડ નં 16 નો વિષય પૂર્ણતાની આરે છે. ત્યાંનું કામ જલ્દી શરૂ થઇ જશે. હાલમાં મંજુર કરેલી લાઇન ચોમાસા પૂર્ણ થતા દિવાળી પહેલા શરૂ કરી દેવામાં આવશે.

અમારી નૈતિક જવાબદારી

વધુમાં તેમણે જણાવ્યું કે, પાણી વડોદરા મહાનગર દ્વારા ટ્રીટમેન્ટ કરીને પાણી આપવામાં આવશે. પાણીના સેમ્પલો નાગરીકોની રજુઆત બાદ લેવામાં આવે છે. પાણી કન્ટામીનેશન, ડહોળુ પાણી આવતું હોય નાગરીકો જ્યાં પણ રજુઆત કરતા હોય, ત્યાંથી સેમ્પલ લેવામાં આવે છે. વડોદરાને ચોખ્ખુ પાણી પહોંચાડવું અમારી નૈતિક જવાબદારી છે. અત્યાર સુધી કેટલા સેમ્પલ લેવામાં આવ્યા તે ડિપાર્ટમેન્ટમાંથી જોવું પડશે. હાલ માહિતી મારી પાસે નથી. તમારી પાસે કોઇ માહિતી હોયો તો જાણ કરજો. વોર્ડ 13 અંગેની સમસ્યા અંગે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ પણ વાંચો —VADODARA : MSU માં લાયકાત વગર કાયમી શિક્ષકોની ભરતીનો આરોપ