Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર Harsh Sanghvi ની પ્રતિક્રિયા, રથયાત્રામાં સુરક્ષા અંગે આપી માહિતી

01:49 PM Jul 06, 2024 | Vipul Sen

અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથથી 147 મી રથયાત્રા (147th Rath Yatra) યોજાનાર છે. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જમાલપુર જગન્નાથ મંદિરમાં પૂજા કરી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બીજી તરફ આજે કોંગ્રેસ (Congress) અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસને લઈ પ્રતિક્રિયા આપી હતી.

રાહુલ ગાંધીની આ યાત્રા એક રાજનૈતિક યાત્રા છે : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, રાહુલ ગાંધીની આ યાત્રા એક રાજનૈતિક યાત્રા છે. તેમની આ યાત્રા અંગે હાલ હું કોઈ કોમેન્ટ કરવા માગતો નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આગળ કહ્યું કે, સૌથી પહેલા તમામ નાગરિકોને રથયાત્રાની શુભેચ્છા. શહેરમાં રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યનાં DGP સહિતના અધિકારીઓ સાથે રૂટનો રિવ્યુ કરાયો છે. કાલે રથયાત્રા (Rath Yatra) નીકળશે અને ભગવાન લોકોને દર્શન આપવા પ્રયાન કરશે. લોકોમાં પણ રથયાત્રાને લઈ ખૂબ જ આનંદ છે. આ મોટા અને પાવન પર્વને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

‘આ વખતે અદ્યતન ટેક્નોલોજી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગળ જણાવ્યું કે, આ વખતે અદ્યતન ટેક્નોલોજી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરાયો છે. રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં લોકો રોડ પર દર્શન કરવા માટે આવે છે, આથી 1400 જેટલા નવા CCTV કેમેરા PPP ધોરણે લોકોએ જાતે દુકાન અને અન્ય જગ્યાએ લગાવ્યાં છે. ઉપરાંત, 20 જેટલા ડ્રોનથી નિરીક્ષણ કરીશે. 360 ડિગ્રીનાં વીડિયો રેડી કરાયાં છે. સાથે જ ફેસર કેકનાઈઝ પણ કરાશે. તેમણે કહ્યું કે, પોલીસ થકી સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પેરામિલેટરી ફોર્સ સહિત તમામ ટીમ તહેનાત રહેશે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, કોટ વિસ્તારમાં ભયજનક મકાનો પર બોર્ડ માર્યા છે. જર્જરિત મકાનો નીચે કે તેના ધાબા પર ઊભા ન રહેવા તમામ લોકોને વિનંતી છે.

આ પણ વાંચો – 147thRathYatra : આવતીકાલે ભગવાન નગરચર્ચાએ નીકળશે, હર્ષ સંઘવીએ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી

આ પણ વાંચો – VADODARA : રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન, જાણો સંપૂર્ણ તૈયારી

આ પણ વાંચો – Junagadh : ‘150 પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે…’ દલિત સમાજના અગ્રણીએ Video બનાવી ઉચ્ચારી ચીમકી