Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સેવઉસળ ખાતા મંગાવેલી માઝામાંથી મકોડો નિકળ્યો

06:25 PM Jun 29, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના કિર્તિસ્થંભ પાસે આવેલી જુની અને જાણીતી મહાકાળી સેવઉસળ આઉટલેટમાં આજે ગ્રાહકે ઠંડા પીણા માઝા (Maaza) ની બોટલ મંગાવી હતી. જેની બોટલ ગ્રાહક સુધી પહોંચતા તેના તળિયેથી મૃત મકોડો મળી આવ્યો હતો. જેને લઇને ગ્રાકહે ઠંડા પાણીની બોટલ પીધા વગર જ પરત કરી દીધી હતી. આ ઘટના બાદ ફરી એક વખત પેકેજીંગ કંપનીની લાપરવાહી ખુલ્લી પડી જવા માંગી છે. અગાઉ પણ ઠંડા પીણામાંથી બોટલ, વેફર્સમાં તળેલો દેડકો, રેસ્ટોરેન્ટના જમવામાંથી ધરોળી-જીવાત નિકળવાના કિસ્સાઓ રાજ્યભરમાં સામે આવી ચુક્યા છે. ગ્રાહક પાસે જ્યારે માઝાની બોટલ પહોંચી ત્યારે તેનું ઢાંકણું ખુલ્લુ હતું. હવે આ કિસ્સામાં આરોગ્ય વિભાગ દ્વારા માઝા બનાવતી કંપની સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

તળિયેથી મૃત મકોડો જોવા મળ્યો

રાજ્યભરમાં ખાવા-પીવાના પદાર્થોમાં લાપરવાહીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. જે બાદ સરકારી તંત્ર હરકતમાં પણ આવતું હોય છે. પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. અને હવે તો બહારનું જમવાનું ખાસ ચકાસીને જ ખાવું પડે તેવા દિવસો આવી ગયા છે. આજે વડોદરાના કિર્તિસ્થંભ પાસે આવેલી જુની અને જાણીતી નામના પ્રાપ્ત મહાકાળી સેવઉસળના આઉટલેટમાં એક ગ્રાહક ખાવા માટે પહોંચ્યો હતો. દરમિયાન તેણે ઠંડા પીણા માઝાની બોટલ મંગાવી હતી. ગ્રાહક પાસે આ બોટલ પહોંચી ત્યારે તેના તળિયેથી મૃત મકોડો જોવા મળ્યો હતો. જેને લઇને પેકેજ્ડ ડ્રિંકિંગ સપ્લાય કરતી કંપની સામે સવાલો ખડા થયા છે. આ કિસ્સામાં ગ્રાહકે બોટલ પરત કરી દીધી હતી. અને આ કિસ્સો જોતા બીજી બોટલ મંગાવવાની હિંમત થઇ ન્હતી. તેઓ ખાઇને નિકળી ગયા હતા.

ચકાસીને જ લોકોએ આરોગવું

જો કે, મહાકાળી સેવઉસળના આઉટ લેટ દ્વારા માઝા બનાવતી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવવામાં આવે છે. જેથી આ કિસ્સા બાદ કંપની સામે લોકોની સુુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા બાદ, તેને અટકાવવા કંપની દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તે અંગે કોઇ જાણકારી ગ્રાહકોને આપવામાં આવતી નથી. જેથી આ સવાલો સમયાંતરે ઉઠતા રહે છે. આટઆટલા કિસ્સાઓ સામે આવ્યા બાદ એક વાત તો નક્કી છે કે, બહાર ખાતા-પીતા પહેલા ખાદ્યપદાર્થને પુરેપુરી રીતે ચકાસીને જ લોકોએ આરોગવું જોઇએ. નહી તો મુશ્કેલી સર્જાઇ શકે છે.

આ પણ વાંચો — VADODARA : ભૂમાફિયાઓનું કારસ્તાન, મુળ માલિકને જમીન વેચવા જતા ભાંડો ફૂટ્યો