Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સાવલી જમીન કૌભાંડમાં સંડોવાયેલા પૈકી ત્રણના રિમાન્ડ પૂર્ણ

04:01 PM Jun 28, 2024 | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં સાવલી (VADODARA) માં વિધવા મહિલાઓની જાણ બહાર તેમની જમીનમાં નામની એન્ટ્રી પાડીને બોગસ ખેડુત બનવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (SAVLI – BJP MLA KETAN INAMDAR) દ્વારા આ મામલે વારંવાર રજુઆત કરવામાં આવતા સરકારી અધિકારીઓ સહિત 16 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા સાવલી પોલીસ આરોપીઓને કોર્ટમાં રજુ કરશે.

સરકારી અધિકારીઓ સહિત 16 લોકો સામે ફરિયાદ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમના પંથકમાં વિધવા બહેનોની જાણ બહાર તેમની જમીનમાં નામની એન્ટ્રી કરાવીને બોગસ ખેડુતો બનવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં સરકારી અધિકારીઓ અને બોગસ ખેડુત વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી જવા પામી હતી. ધારાસભ્ય દ્વારા મામલો ઉજાગર કરવામાં આવ્યા બાદ આ અંગેની તપાસ સાવલી પોલીસ મથકમાં સરકારી અધિકારીઓ સહિત 16 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે આ મામલે સંડોવાયેલા ત્રણ લોકોની અટકાયત કરી હતી. અને કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તમામને કોર્ટમાં રજૂ કરાશે

સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા સાવલી પોલીસ દ્વારા તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : હરણી બોટકાંડ બાદ નૌકાવિહારને લઇ નિયમોમાં મોટા ફેરફારની તૈયારી