Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kutch : ભુજ હોમગાર્ડ કચેરીમાંથી ચાંદીની પૌરાણિક વસ્તુઓનો વર્ષો જૂનો ખજાનો મળ્યો

10:45 PM Jun 27, 2024 | Vipul Sen

વર્ષો પહેલા મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી (old Mamlatdar office) ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમ જ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે. ત્યાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો હોવાની માહિતી મળી છે. પશ્ચિમ કચ્છ (Kutch) જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલ જૂના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી છે.

ભુજ (Bhuj) શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળ તરીકે ઓળખાય છે, તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પેટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા, તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન (age-old treasure) મળી આવ્યો છે. આ મોટો પેટારો જૂના જમાનાનો હતો. જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટનું ધ્યાન પેટારાના ખુલા તાળા પર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અમિત જાદવને જાણ કરી હતી. પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયાન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.

ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી

તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે ભૂકંપ (Earthquake) સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી, ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ-વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનિષ બારોટ સાથે જિલ્લા કચેરીના જુનિયર ક્લાર્ક શીવા રબારી, વહીવટી અધિકારી અમરસિંહ તુંવર, ભુજ (Bhuj) યુનિટનાં ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી, હોમગાર્ડ સભ્ય બળવંત પરમાર, અલી મહંમદ આઈ સુમરા સહિતનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો. આજ રોજ સંબંધિત વિભાગને આ ખજાનો સોંપવામાં આવ્યો હતો.

અહેવાલ- કૌશિક છાંયા, કચ્છ

 

આ પણ વાંચો – Ahmedabad : પલ્લવ ચાર રસ્તા પાસેના ફ્લેટમાં છત ધરાશાયી, બાળકી-મહિલાનો આબાદ બચાવ

આ પણ વાંચો – Rajkot GameZone Fire : શખ્સના ગંભીર આરોપ, કહ્યું- ‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર…’!

આ પણ વાંચો – Ahmedabad : સોડા પીતા પહેલા બોટલ જરૂર ચેક કરજો, કાનખજૂરો નીકળ્યો હોવાનો યુવકનો આક્ષેપ