Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગીર સોમનાથ, રાજકોટમાં જોખમી સવારીનાં Video વાઇરલ, અમદાવાદમાં Triple અકસ્માતમાં વિદ્યાર્થીઓને ઇજા

10:10 PM Jun 25, 2024 | Vipul Sen

સુરતમાં (Surat) થોડા દિવસ પહેલા એક ખાનગી સ્કૂલ વાનચાલકે પૂરપાટ ઝડપે વાન હંકારતા પાછળ બેસેલી બે વિદ્યાર્થિનીઓ પડી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે ખાનગી સ્કૂલ વાહનોમાં બાળકોની સુરક્ષાને લઇ અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે હવે ગીર સોમનાથમાં (Gir Somnath) વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ રિક્ષામાં ભર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઉપરાતં, રાજકોટમાં (Rajkot) પણ જોખમી સવારીનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે.

ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ રિક્ષામાં ભર્યા

ખુલ્લી રિક્ષામાં વિદ્યાર્થીઓને ઘટાં-બકરાંની જેમ ભરી જોખમી સવારી

ગીર સોમનાથમાં (Gir Somnath) વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ રિક્ષામાં ભર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગુરુકુળમાં આવતા વિદ્યાર્થીઓને ખુલ્લી રિક્ષામાં ઘટાં-બકરાંની જેમ ભરી જીવનાં જોખમે સવારી કરાવતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયો ઉના-ભાવનગર રોડ (Una-Bhavnagar road) પરનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં ખુલ્લી રિક્ષામાં વિદ્યાર્થીઓને શાળા-કોલેજે જવાં માટે જોખમી સવારી કરવી પડે છે. ઉનાનાં સામતેર, ગાંગડા, શંનખડા સહિતનાં ગામોનાં છાત્રોને શહેરમાં શાળા-કોલેજે આવવા જીવ જોખમમાં મૂકવો પડી રહ્યો છે.

રાજકોટમાં જોખમી સવારી

રાજકોટમાં જીવના જોખમે મુસાફરી

બીજી તરફ રાજકોટમાંથી (Rajkot) પણ જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે. માહિતી મુજબ, રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે (Rajkot-Junagarh National Highway) પર ટ્રકની અંદર અને ઉપર ઘેટાં-બકરાંની જેમ મુસાફરોને ભરી જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે. વધારે ભાડાંની લાલચમાં ટ્રક ચાલકો નિયમો નેવે મૂકીને જોખમી સવારી કરી રહ્યા છે. ત્યારે સવાલ થયા છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની માટે જવાબદાર કોણ ? આવા બેદરકારો સામે ટ્રાફિક પોલીસ ક્યારે કાર્યવાહી કરશે ?

ઓઢવ વિસ્તારમાં ત્રિપલ અકસ્માત

અમદાવાદમાં ત્રિપલ અકસ્માત, વિદ્યાર્થીઓને ઇજા

અમદાવાદમાં આજે ઓઢવ વિસ્તારમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલવાન સહિત 2 કારનો અક્સમાત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની આ ઘટનામાં સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે બંને કારને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે ઓઢવ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચો – Ahmedabad Police : શહેરમાં PI-PSI ની બદલી બાદ ગ્રામ્યમાં બદલીઓનો દોર, 27 PI ની બદલી

આ પણ વાંચો – Navsari : દારૂની હેરાફેરી કરતાં ખેપિયાએ પોલીસથી બચવા કર્યું એવું કે મોતને ભેટ્યો, અન્ય એક ફરાર

આ પણ વાંચો – Surat : નવી સિવિલ હોસ્પિ.માં દર્દીઓની સુરક્ષા રામ ભરોસે ? સ્લેબ તૂટી પડતા ભાગદોડ, મહિલા દર્દીનો બચાવ