Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amreli : હનુમાનપુર ગામે વીજ કરંટ લાગતા પરિવારના 3 લોકોના મોત

10:26 PM Jun 23, 2024 | Hiren Dave

Amreli : અમરેલીના ખાંભામાં કરંટ લાગવાથી 3 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનનું સમારકામ ચાલતુ હતુ ત્યારે અચાનક કરંટ લાગતા 3 લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનામાં 2 સગા ભાઈ અને ભત્રીજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.

મળતી માહિતી મુજબ, હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા તો અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે. તેેવામાં અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનનું સમારકામ ચાલતુ હતુ. તેવામાં રેતી વોશિંગ કરતા સમયે 3 લોકોને વીજ કરંટ લાગતા 2 સગા ભાઈ અને ભત્રીજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મકાનનું કામ ચાલતું હોવાને કારણે મશીનમાં રેતી વોશિંગ કરતા સમયે વીજશોક લાગવાથી 2 સગા ભાઈ અને ભત્રીજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કાઠી ક્ષત્રિય સમાજના 2 સગા ભાઈ અને ભત્રીજા સહીત નું મોત થી નાનકડા હનુમાનપૂર ગામમાં શોક વ્યપી ગયો હતો. મૃતકોની પ્રાથમિક વિગત મુજબ, પથુભાઈ જીલુભાઈ બોરીચા (ઉ.વ.32), માનકુભાઇ જીલુભાઈ બોરીચા (ઉ.વ.30), મૃતક ભૌતિકભાઈ બાબુભાઇ બોરીચા આ ત્રણેય હનુમાનપૂર ગામના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. મૃતકોને પીએમ અર્થે ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ આદર્યો છે.

આ પણ  વાંચો  – AGM : ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની AGM યોજાઇ, પ્રમુખ તરીકે ચિરાગ સોલંકી નિમાયા

આ પણ  વાંચો  – Navsari:14,00,000 ની કિંમતનું નવસારી થી ભેળસેળ યુક્ત ઘી ઝડપાયું

આ પણ  વાંચો  NEET-UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CBIને સોંપાઈ તપાસ