Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kutch: મુન્દ્રામાં દેશી દારૂ અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલેના દરોડા,9 લોકોની કરી ધરપકડ

08:22 PM Jun 23, 2024 | Hiren Dave

Kutch: ક્ચ્છ(Kutch)નામુન્દ્રા(Mundra)માં જુદા જુદા પોલીસ સ્ટેશનોની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell)દ્વારા અવાર નવાર દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મુન્દ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા ( raid) દરમિાયન નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હતો. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

નવીનાળ ગામમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો  હતો

મળતી માહિતી મુજબ મુન્દ્રાના નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 9 આરોપી ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપી ફરાર થઇ ગયા હતા.

પોલીસે 9 લોકોની ધરપકડ કરી

જાણવા મળી રહ્યું છે કે, મુન્દ્રામાં માદક પદાર્થના ધમધમતા અડ્ડામાં મુખ્ય આરોપી તરીકે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગજુભા જાડેજાની સંડોવણી ખુલી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે અન્ય 3 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ  વાંચો  Ahmedabad Police : દુષ્કર્મ માટે અપહરણ કરાયેલી બાળકીને શ્વાને બચાવી

આ પણ  વાંચો  Gujarat: CM ભૂપેન્દ્ર પટેલની ઉ.ગુજરાતને મોટી ભેટ,399 કરોડના ખર્ચે બનશે 2 નવા બ્રિજ

આ પણ  વાંચો  – VADODARA : સાંસદ યુસુફ પઠાણને મદદ કરનારાઓની તપાસ કરો, મુખ્યમંત્રીને પત્ર