Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : દારૂની મહેફિલ માણતા SMC ના અધિકારીઓ સામે કડક કાર્યવાહી, ફટકારાઈ આ સજા

12:18 AM Jun 23, 2024 | Vipul Sen

સુરતનાં (Surat) સીંગણપુર કતારગામ તારણકુડમાં મનપાના (SMC) કેટલાક અધિકારીઓ દારૂની પાર્ટી (liquor party) કરતા રંગેહાથ ઝડપાયા હતા. ગઈકાલની આ ઘટના સામે આવતા સુરત મનપાએ હવે કડક કાર્યવાહી કરી છે. દારૂ પાર્ટીની ઘટનામાં ત્રણ કર્મચારી સસ્પેન્ડ કરાયા છે અને એક કર્મચારીને ડિસમિસ કરાયો છે. ગઈકાલે મનપાના અધિકારીઓનો દારૂ પાર્ટી કરતો વીડિયો સામે આવ્યો હતો.

SMC ના અધિકારીઓ દારૂ પાર્ટી કરતાં રંગે હાથ ઝડપાયા

સુરતમાં (Surat) સીંગણપુર કતારગામ (Singanpur Katargam) તારણકુડમાં આવેલા સ્વિમિંગ પુલ (swimming pool) ખાતેની ઓફિસમાં સુરત મહાનગરપાલિકા (SMC) નાં કેટલાક અધિકારીઓ દારૂ પાર્ટી કરતા રંગે હાથ ઝડપાયા હતા. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોમાં મનપાના અધિકારીઓ ઓફિસમાંથી ભાગતા નજરે પડ્યા હતા. સુરત મનપાની આબરુંના લીરેલીરા ઉડાડતી આ ઘટના સામે આવ્યા બાદ સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આ ઘટનામાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે એકને ડિસમિસ કરવામાં આવ્યો છે.

3 અધિકારીઓ સસ્પેન્ડ, 1 ને ફરજમાંથી છૂટો કરાયો

માહિતી મુજબ, તેજસ ખલાસી (Tejas Khalasi), દિનેશ સારંગ, અજય સેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે સંજય ભગવાગરને ફરજમાંથી છૂટા કરાયા છે. સસ્પેન્ડેડ તમામ કર્મચારીઓ જુનિયર ઇન્ટ્રક્ટર (junior instructors) તરીકે સિંગણપુર સ્વિમિંગ પુલમાં ફરજ બજાવતા હતા. આ ઘટનાને પગલે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ (Narendra Pandav) પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગઈકાલે કોર્પોરેટરે કહ્યું હતું કે, જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો – Surat : દારૂબંધીનાં રખેવાળ જ દારૂ પાર્ટી કરતાં રંગે હાથ ઝડપાયા, SMC ની આબરૂં ધજાગરા ઉડાડ્યા!

આ પણ વાંચો – Ahmedabad : નરોડામાં રૂંવાડા ઊભા કરે એવી ઘટના, લગ્ન પહેલા જ સાસરિયાંએ યુવતીનો જીવ લીધો!

આ પણ વાંચો – Gujarat: રાજ્યની 4 સરકારી સહિત 6 ખાનગી યુનિવર્સિટીઓને UGC એ ડિફોલ્ટર જાહેર કરી