Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Porbandar Demolition: દરિયા નજીક 240 વિઘામાં ફેલાયેલા આલીશાન ફાર્મ હાઉસ તોડી પડાયા

07:46 PM Jun 18, 2024 | Aviraj Bagda

Porbandar Demolition: પોરબંદર (Porbandar) ના સમુદ્ર કિનારે આજે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. ઓડદરથી રંગબાઇ દરિયા કાંઠા નજીકના વિસ્તારમાં 21 જેટલા આસામીઓએ ચારથી પાંચ મોટા મોટા આલિશાન Farm house ખડકી દીધેલા હતા. જેને દૂર કરવાની કામગીરી આજ સવારથી કરવામાં આવી હતી.

  • દરિયા કાઠાના જિલ્લાઓના ગામોમાં ગેરકાયદેસર દબાણો

  • ઓડદર ગામના દરિયા કિનારે ભુ માફિયાઓનું 240 વિઘામા દબાણ

  • Police, વહીવટી તંત્ર, પિજીવિસીએલ સહિતનો કાફલો ખડપગે

ગુજરાતના દરિયા કાઠાના જિલ્લાઓના ગામોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. તેને છેલ્લા ઘણા સમયથી દૂર કરવાની કામગીરી ગુજરાત સરકારના CM Bhupendra Patel ના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. ત્યારે આજે મંગળવારે સવારથી જ તંત્રએ Police બંદોબસ્ત સાથે JCG વડે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેટલાક આસામીઓએ સ્વૈચ્છિક રીતે પણ પોતાના દબાણો હટાવ્યા હતા. ભૂ માફીયાઓએ સરકારી જમીન ઉપર પેશકદમી કરી આલીસાન Farm house બનાવી દીધા હતા જેને લઇ તંત્રએ કેસ ચલાવ્યા અને નોટિસો પણ આપવામાં આવી હતી. અંતે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Porbandar Demolition

Police ,વહીવટી તંત્ર,પિજીવિસીએલ સહિતનો કાફલો ખડપગે

પોરબંદર-માધવપુર રોડ પર રંગબાઇ માતાજીના મંદિર નજીકના ઓડદર ગામના સર્વ નંબરમા આવેલા દરિયા કિનારે સરકારી જમીન પર થયેલી પેશકદમી દુર કરવાની કામીગીરી તંત્ર દ્રારા કરવામાં આવી રહી છે. જીલ્લા કલેકટર કે ડી લાખાણીની સુચનાથી પ્રાંતઅધિકાર સંદિપ જાદવ અને ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓ Police કાફલા સાથે પેશકદમી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રાંત અધિકારી સંદિપ જાદવના જણાવ્યા અનુસાર ઓડદર રંગબાઇ આસપાસ અંદાજે 240 વિઘા જમીન પર દબાણ કરવામાં આવ્યુ હતુ જેની અંદાજે કિંમત રૂ.10 કરોડ થી વધારે જેવી થવા જાય છે. ચાર JCG ની મદદથી ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી જેમાં પાંચ જેટલા મોટા મોટા Farm house પર પાકા બાંધકામો અને દિવાલો દુર કરી સરકારી જમીન પરનુ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અહેવાલ કિશન ચૌહાણ

આ પણ વાંચો: Ahmedabad : મહિલા તબીબનાં આપઘાત કેસમાં આરોપી PI ખાચરની ધરપકડને લઈ મહત્ત્વનો હુકમ