Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : શહેર પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, કારમાં લાકડી કે સ્ટીક રાખવી હવે ગુનો નથી!

11:42 PM Jun 17, 2024 | Vipul Sen

અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી જો કારમાંથી લાકડી, બેઝબોલ સહિતની સ્ટીક મળી આવશે તો પોલીસ ગુનો નહીં નોંધી શકે. અત્યાર સુધી પોલીસ GP એક્ટ (GP Act) કલમ 135 મુજબ જે ગુનો દાખલ કરતી હતી તે અંગે ગુજરાત હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં પોલીસ કમિશનરે કાયદામાં સુધારો કર્યો છે.

હાઇકોર્ટના અવલોકન બાદ પો.કમિશનરે કાયદામાં સુધારો કર્યો

અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad City Police Commissioner) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવેથી કારમાં લાકડી, બેઝબોલ સહિતની સ્ટીક રાખવી કે જોડે લઈને ફરવાથી પોલીસ ગુનો નોંધી નહીં શકે. જણાવી દઈએ કે, પોલીસ GP એક્ટ કલમ 135 મુજબ જે ગુનો દાખલ કરતી હતી તે અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ગંભીર અવલોકન કર્યું હતું. ત્યાર બાદ પોલીસ કમિશનરે કાયદામાં સુધારો કર્યો છે.

વિદ્યાર્થીઓ સહિત નિર્દોષોને પાસપોર્ટની કાર્યવાહીમાં નડતો

પોલીસ કમિશનરના આ જાહેરનામાંથી એવા લોકોને રાહત મળશે જેમની વિરુદ્ધ આ મામલે અગાઉ ગુનો નોંધાયો હતો. એટલે કે વિદ્યાર્થીઓ સહિત જે નિર્દોષ લોકો પર GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયો હતો અને આ ગુનો પાસપોર્ટ (passports) સહિતની અનેક કાર્યવાહીમાં નડતા હતા એ હવે નહીં થાય.

આ પણ વાંચો – Rajkot: ફરજમાં બેદરકાર અધિકારીઓ ચેતી જજો! અગ્નિકાંડ કેસમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ

આ પણ વાંચો – Review Meeting : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સમીક્ષા બેઠક

આ પણ વાંચો – Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન