Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : જિલ્લા કલેકટર સમક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અનેક પ્રશ્નો મુક્યા

12:51 PM Jun 16, 2024 | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં જિલ્લા કલેકટર (VADODARA – DISTRICT COLLECTOR) કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર બિજલ શાહના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

કાર્યવાહીની વિગતો સાથે ઉપસ્થિત

બેઠકના પ્રાંરભમાં જિલ્લા કલેકટર બી.એ.શાહે પુષ્પગુચ્છ આપી નવનિયકુત સંસદસભ્ય હેમાંગભાઇ જોશીનું સ્વાગત કર્યુ હતું તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકે વાઘોડીયાના ચુંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પુષ્પગુચ્છ આપી સત્કાર્યા હતા. જિલ્લા કલેકટર બિજલ શાહે જણાવ્યું હતું કે, ધારાસભ્ય/સંસદસભ્ય દ્વારા કરવામાં આવતી રજૂઆતોનું યથાયોગ્ય નિવારણ થઇ શકે એ માટે સંબંધિત કચેરીના જવાબોનું મહત્વ છે. આથી સંકલનની બેઠકમાં અધિકારીઓએ કરેલ કાર્યવાહીની વિગતો સાથે ઉપસ્થિત રહેવું જરૂરી છે.

અનેક બાબતે ચર્ચા

જનપ્રતિનિધિઓ દ્વારા દબાણો, જનસેવા કેન્દ્રોમાં સુવિધાઓ, સ્માશાન, માર્ગો, કેનાલ સફાઇ અને પ્રવાસન સ્થળોના વિકાસ સહિતની બાબતો અંગે થયેલી રજૂઆતની ચર્ચા કરવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી લેણાની વસુલાતો, સરકારી કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો સહિતની બાબતો ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટાયેલા પ્રતિનિધિ અને અમલદારો હાજર

જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સંસદ સભ્ય હૈમાંગ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, ધારાસભ્યો સર્વ યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષયભાઇ પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્યભાઇ દેસાઇ, કેયુરભાઇ રોકડીયા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિતના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો — VADODARA : વધુ એક BJP MLA અધિકારીઓ સામે મેદાને, કહ્યું, “તેમને ખુલ્લા પાડો”