Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ

07:33 AM Jun 16, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA – VMC) ના પ્લોટ પર પૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી સાંસદ યુસુફ પઠાણ (EX CRICKETER AND TMC MP YUSUF PATHAN) દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ પાલિકા દ્વારા આ દબાણ દુર કરવા યુસુફ પઠાણને નોટીસ પાઠવવામાં આવી છે. દરમિયાન ભાજપના કોર્પોરેટર નિતીમ દોંગાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી કે, યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

દરખાસ્તને સ્થાયી સમિતિમાં મંજુરી મળી હતી

તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીના પ્લોટ નં – 90 માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યા હતા. જે તે સમયે પાલિકાના પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ પર યુસુફ પઠાણે આલીશાન બંગ્લો બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે તેણે પ્લોટ નં – 90 ની માંગણી કરી હતી. જે બાદ તત્કાલીન પાલિકા સત્તાધીશો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં દમીનની ફાળવણી કરવા, સરકારમાંથી મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડા પટ્ટેથી ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ હતી. આ દરખાસ્તને સ્થાયી સમિતિમાં રજૂ કરતા માર્ચ – 2012 માં મંજુરી મળી હતી. બાદમાં સભામાં તેને મંજુર કરવામાં આવી હતી. હાલ યુસુફ પઠાણ દ્વારા આ જગ્યાએ તબેલો, દિવાલનું દબાણ કર્યું હોવાના આરોપ મુકવામાં આવ્યા છે. તેની સામે પાલિકા દ્વારા દબાણ દુર કરવા નોટીસ પાઠવવામાં આવી છે.

એફીડેવીટમાં પ્લોટને પોતાનો દર્શાવ્યો

ભાજપના કોર્પોરેટર નિતીન દોંગા જણાવે છે કે, થોડાક દિવસ પહેલા પાલિકાના ધ્યાનમાં આવ્યું કે પૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી સાંસદ યુસુફ પઠાણ દ્વારા પાલિકા પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે. મારી માંગણી છે કે, સરકારી પ્લોટ પર તમે ગેરકાયદેસર કબ્જો કર્યો છે. તેમણે પોતાના ચૂંટણીના એફીડેવીટમાં પ્લોટને પોતાનો દર્શાવ્યો છે. જો આ હકીકત હોય તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા માટે મારી માંગણી છે.

અમે તેમને નોટીસ પાઠવી છે

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જણાવે છે કે, તેમણે અગાઉ પ્લોટની માંગણી કરી હતી. તેમને પાલિકા દ્વારા મંજુરી આપવામાં આવી હતી, સરકારે તે મંજુરી રદ્દ કરી હતી. અમે તેમને નોટીસ પાઠવી છે. હાલ તો તેમને નોટીસ આપવામાં આવી છે. સ્વેચ્છાએ ખાલી થાય તો સારૂ, નહી તો શોર્ટ નોટીસ આપીને ખાલી કરાવતા હોઇએ છીએ. પહેલા એ જોવામાં આવશે આ લેન્ડ ગ્રેબિંગનો વિષય છે કે નહી. વર્ષ 2014 માં આ માંગ રદ્દ થઇ છે.

આ પણ વાંચો — VADODARA : એક સપ્તાહમાં રક્તપિત્તના 13 દર્દી મળી આવ્યા