Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dwarka : દરિયાકાંઠેથી ચરસનાં 60 બિનવારસી પેકેટ મળ્યાં, અમદાવાદમથી ગાંજા સાથે એકની ધરપકડ

04:05 PM Jun 15, 2024 | Vipul Sen

રાજ્યમાં ડ્રગ્સનાં દૂષણને ડામવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર (Gujarat police) કટિબદ્ધ છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠેથી પોલીસ ટીમે સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરી ફરી એકવાર માદક પદાર્થનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકાના (Dwarka) દરિયાકાંઠેથી 64 પેકેટ બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો છે. આ સાથે પોલીસે એક સપ્તાહમાં ત્રણ સ્થળો પરથી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે.

વાચ્છુંગોરિંજાના દરિયાકાંઠેથી 64 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો ઝડપાયો

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં (Gujarat) નશાના નેટવર્કને અંકુશમાં રાખવા રાજ્ય પોલીસ એક્શન મોડમાં કામ કરી રહી છે. આ ઝુબેશ હેઠળ ફરી એકવાર પોલીસે ગુજરાતના દરિયાકાંઠેથી પાદક પદાર્થનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકાના વાચ્છુંગોરિંજાના (Bacchon Gorinja) દરિયાકાંઠેથી ચરસના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા રાજ્ય પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, વાચ્છુંગોરિંજાના દરિયાકાંઠેથી 64 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

3 દરિયાકાંઠેથી 56 કિલો માદક પદાર્થ ઝડપાયો

આ સાથે પોલીસે છેલ્લા એક સપ્તાહમાં 3 સ્થળ પરથી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાંછું, ગોરિન્જા અને ચંદ્રભાગાના (Chandrabhaga) દરિયાકાંઠા વિસ્તારમાંથી હાઈ ક્વોલિટી માદક પદાર્થ ચરસના (સંભવિત) 55 પેકેટ પકડવામાં આવ્યા હતા. આ પેકેટ્સનો અંદાજિત વજન 56 કિલો અને કિંમત રૂ. 27 કરોડ જેટલી હતી. જો કે, દ્વારકા તાલુકાનાં વિવિધ સ્થળોએથી વારંવાર બિનવારસી હાલતમાં મળી રહેલી ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. સાથે જ એવા સવાલ પણ થઈ રહ્યા છે કે આખરે કેવી રીતે ગુજરાતનાં દરિયા કિનારે આટલો ચરસનો જથ્થો સતત પહોંચે રહ્યો છે ?

અમદાવાદનાં એસ.જી. હાઇવે પરથી ઝડપાયો ગાંજો

અમદાવાદમાં (Ahmedabad) એસ.જી. હાઇવે પરથી રૂ.98 હજારની કિંમતનો 9.801 ગ્રામ ગાંજો (ganja) ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નંદકિશોર યાદવ નામના યુવકની ધરપકડ પણ કરી છે. નંદકિશોરની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેને નેપાળના (Nepal) રમેશ નામના યુવકે ગાંજાનો જથ્થો આપ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – BHARUCH : પત્નીને ડરાવવા નકલી સસ્પેન્શન લેટર બનાવનાર કોન્સ્ટેબલ જેલભેગો

આ પણ વાંચો – Ahmedabad : વસ્ત્રાલમાં 20 વર્ષીય યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂકી મોતની છલાંગ લગાવી

આ પણ વાંચો – Junagadh : BJP ધારાસભ્યે મામલતદાર કચેરી સામે તડકામાં બેસીને અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો